છોટાઉદેપુર જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવાઈ રહેલા ચેકડેમની કામગીરી ધારાધોરણોથી વિપરીત હોવાની ચર્ચાઓ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

મળેલ માહિતી મુજબ છોટાઉદેપૂર જીલ્લા નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ની રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઝેર ગામ માં બે ચેક ડેમ બનાવ માં આવી રહ્યો છે પરંતુ બૂમો ઉઠી છે કે આ ભાંધકામ માં ખુલ્લે આમ ભરાષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે . જેમાં પુરણ કરવા માટે કપચી ની જગ્યા એ માટી તથા કોતર ના પથરા નો ઉપયોગ કરાય રહ્યો છે જેની અમુક વિડિયો તથા ફોટો પણ છે ફોરેસ્ટ ખાતા માં ચાલતા આટલા મોટા ભ્રષ્ટાચાર ની ખબર શું ઉપલા અધિકારીઓ ને નથી ? ના હોય આવું પણ બની ના શકે કેમ કે ઉપલા અધિકારીઓ ની નિરીક્ષણ ની ટીમ દ્વારા તમામ વસ્તુ ની ધ્યાન રાખવા માં આવતું હોય છે તો પછી તેમના દ્વારા કોઈ કાર્યવાહી કેમ નહિ કરવામાં આવી રહી છે તે સમજતું નથી જ્યારે મજૂરો જોડે વાત કરવામાં આવી તો તેમને જયાવ્યું કે એમને આમાં કાઇ ખબર નથી સાહેબો જેવું કહે અમે તેમના કહિયા પ્રમાણે ચાલીએ છે જ્યારે વધુ વિગત પૂછવામાં આવી તો તેમના દ્વારા ફોરેસ્ટર મનોજભાઈ અને આરએફઓ વિક્રમભાઈ થતાં બે કોન્ટ્રાકટર મહેતાબભાઈ,અને લાલભાઈ નો નામ લેવામાં આવી રહ્યું છે હવે ખબર નથી કે આ ભંધકામ નો ટેન્ડર કોણ મળ્યું છે પરંતુ શું આવા બોગસ કામ કરતા લોકો ને ખરેખર ટેન્ડરો આપવા જોઈએ ? કે પછી બધી જગ્યા એ હિસ્સો મોકલવામાં આવે છે જેથી કરીને અધિકારીઓ પણ ચૂપ છે ?
થોડાક સમય અગાઉ પણ ધ્રાગંધ્રા તાલુકા ના આરએફઓ ચેતનપુરી બાબૂપુરી ગોસ્વામી મીઠાના અગરમાંથી એક હિટાચી અને લોન્ચર મશીન પડ્યું હતું. આ મશીન સામે આો દંડ કરવાની અને છમાસ સુધી મશીન નહીં છેડવાની માલિક્ને ધમકી આપતા માલિકે પતાવટ માટે વાત કરતા આરએફઓએ એક લાખની લાંચ માગી હતી. જેપૈકી 75 હજારમાં નક્કી થયું હતું. ગત 18મીએ 50 હજાર ચુક્વી દીધા હતા. રવિવારે બીજા આઠહજાર ચુક્યા હતા. જ્યારે બાકીના 17 હજાર માટે મશીન માલિકે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરતા સોમવારે એસીબીએ 17 હજારની લાંચ લેતા આરએફઓ ચેતનપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યા હતા.
અને બીજો કિસ્સો એવું બન્યું કે નસવાડી તાલુકામાં વૃક્ષો કાપી તેના લાકડાને વેચાણ માટે લઇ જતાં એક્વેપારી પાસેથી નસવાડીનો રાઉન્ડ ફોરેસ્ટર ગ઼. 5000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાતા વન વિભાગમાં ખળભળાટમચી ગયો હતો. લાંચ રૂશ્ર્વત વિરોધ શાખાના સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સંખેડા શેઠ શેરીમાં રહેતા અને નસવાડી રેન્જ ફોરેસ્ટર ઓફીસની ક્ચેરીમાં રાઉન્ડ ફોરેસ્ટર તરીકે ફરજ્બજાવતા મહેશભાઇ સોમાભાઇ બારીયાને બાતમી મળી હતી કે, નસવાડીના સોરટ ખાતે લાડાનો એક્વેપારી પંચરાઉ લાકડા ખરીદી તેને લાકડાના પીઠ ઉપર વેચે છે જેને પગલે મહેશ બારિયાએ આ વેપારીને ફોન કરીને ણાવ્યું હતું કે, મને પૂછ્યા વગર કેમ લાકડા કાપો છે ? અમને ન મળવું હોય તો તમારો લાકડાનો ધંધો બંધ કરીદેવાનો. વેપારીએ ફોરેસ્ટરની ધમકી સાંભળી ણાવ્યું હતું કે, હું આપને મળવા માગું છું ક્યાં મળીશું ? જેથી 18મી તારીખે ક્લેડીયા ચોકડી નજીક્મળવાનું નક્કી થયું હતું. વેપારી ફોરેસ્ટરને મળવા માટે પહોંચી ગયા હતા પરંતુ ફોરેસ્ટર મળવા માટે આવ્યા નાહોવાથી વેપારીએ તેમને ફોન રીને ગ્ણાવ્યું હતું કે, તમે આવ્યા નથી, તમને 3000 રૂપિયા મળી જશે. 3000માં માની જ્ગો ને ? એવો સવાલ કરતા ફોરેસ્ટર મહેશભાઇ બારીયાએ 5000 રૂપિયાની માંગણી કરી હતી. જો કે વેપારી તેમની વાત સાથે સંમત થઇ ગયા હતા અને સોમવારે નાણાં આપવાનું નક્કી થયું હતું. વેપારી ફોરેસ્ટરને લાંચ આપવા માંગતા ના હોઇ આ મામલે છોટાઉદેપુર એસીબી ક્ચેરીએ ફરિયાદ કરતા મધ્નીશ નિયામક પરેશ ભેંસાણીયાની સુચના અને માર્ગર્શનથી પો.ઇ. કે.એન. રાહ્વા દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. સોમવારે 5000ની લાંચ લેવા માટે ક્લેડીયા ચોકડી ઉપર આવેલા ફોરેસ્ટર મહેશભાઇ બારીયા લાંચ સ્વીકારતા જ એસીબીએ ઝડપી પાડ્યા હતા.
આના થી સાબિત થાય છે કે જંગલ ખાતા માં અમુક અધિકારીઓ ભ્રષ્ટ છે આ ચેક ડેમ ના કામ માં પણ કંઇક આવું જોવા મળી રહ્યું છે તપાસ ક્યારે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here