પંચમહાલ જીલ્લાના દામાવાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણના ગુન્હામાં આશરે એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી તેમજ ભોગબનનારને શોધી કાઢતી દામાવાવ પોલીસ

દામાવાવ, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા I/C પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.જે.રાઠોડ સાહેબ, તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટશ્રી એ.બી.ચૌધરી સાહેબ નાઓએ વધુને વધુ નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલ સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે દામાવાવ પો.સ્ટે ખાતેથી જુદી જુદી ટીમો બનાવેલ દરમ્યાન શ્રી એલ.જી.નકુમ પોલીસ સબ ઇન્સ્પેકટર દામાવાવ પોલીસ સ્ટેશન નાઓને ચોકકસ બાતમી હકીકત મળેલ કે,દામાવાવ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૦૧૬૭/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬ તથા જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૧૨ મુજબના કામનો નાસતો ફરતો આરોપી જયંતીભાઈ લક્ષ્મણભાઇ પટેલીયા રહે. ગોલ્લાવ મડા મહુડી તા.ગોધરા જી.પંચમહાલ નાનો તથા ભોગબનનાર એમ બન્ને પાલનપુર ખાતે તેનીવાડા ગામે મજુરી કામ કરતા હોવાની બાતમી આધારે દામાવાવ પો.સ્ટે ખાતેથી તેઓને પકડવા સારૂ એક ટીમ બનાવી તેમાં અ.હે.કો પરેશકુમાર દેવકરણભાઈ તથા અ.હે.કો સુનિલકુમાર હેમાભાઇ તથા અ.હે.કો સંદિપકુમાર મોહનલાલ તથા અ.પો.કો પ્રવિણકુમાર મોતીભાઇ નાઓને તપાસમાં મોકલી આપતા તેઓએ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી ઉપરોકત આરોપી તથા ભોગબનનાર એમ બન્ને બાતમી વાળી જગ્યાએ હાજર હોવાની ચોકકસ માહિતી મળતા બાતમી વાળી જગ્યા પાલનપુર ખાતે તેનીવાડા ગામે જઇ આરોપીને હસ્તગત કરી તથા ભોગબનનારને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
જયંતીભાઈ લક્ષ્મણભાઇ પટેલીયા રહે. ગોલ્લાવ મડા મહુડી તા.ગોધરા જી.પંચમહાલ આમ દામાવાવ પોલીસે અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી તથા
ભોગબનનારને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here