છોટાઉદેપુર જિલ્લામાં મન કી બાતના ૧૦૦ માં એપિસોડની કાર્યકરોએ ભવ્યાતિભવ્ય ઉજવણી કરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે માસના અંતિમ રવિવારે વિશ્વ વ્યાપી અને લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના ૧૦૦ માં એપિસોડને સંબોધન કર્યો હતો.જેને નિહાળવા સાથે કાર્યકરોએ ઠેર ઠેર બુથોમાં જઈને ઉત્સાહભેર ઉજવણી કરી હતી.છોટાઉદેપુર જિલ્લામાં કાર્યકરોએ મન કી બાતનો કાર્યક્રમ નિહાળવા આગલા દિવસેથી જ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા તૈયારીઓ કરી હતી.છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાએ નસવાડી તાલુકાના ઘટામલી ગામે ૧૦૦૦ કરતા વધુ કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો.જયારે જિલ્લાના ત્રણેય ધારાસભ્યો ૧૩૭ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પાવીજેતપુર તાલુકાના બાર આશ્રમ શાળા,૧૩૮ પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા કવાંટ તાલુકાના પાનવડ ગામે અને ૧૩૯ સંખેડા વિધાનસભાના ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવી સંખેડા તાલુકાના બહાદરપુર ગામે કાર્યકરો સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો.જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવાએ પાવીજેતપુર તાલુકાના કરશન ગામે સરપંચના પુત્રના લગ્ન મંડપમાં વરરાજા અને બૂથના પ્રમુખ પંકજભાઈ અને લગ્નમાં પધારેલ સગાવ્હાલાઓ,કાર્યકર્તાઓ સાથે ચાલુ લગ્નની વિધિ પીઠી સાથે નિહાળ્યો હતો.નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ મન કી બાતની લોકપ્રિયતાના કારણે જિલ્લાનો કોઈ કાર્યકર તેને નિહાળવામાં નઝર અંદાજ કરતો નથી.બોડેલી તાલુકાના કડાછલા ગામે કાર્યકરોએ કેક પર મન કી બાતનો ૧૦૦ મોં એપિસોડ લખાવી નાની દીકરીના હસ્તે કેક કપાવી અનોખી રીતે ઉજવણી કરી હતી.આમ છોટાઉદેપુર જિલ્લામાં મન કી બાતના ૧૦૦ માં એપિસોડની કાર્યકરોએ ભવ્યાતિભવ્ય ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here