છોટાઉદેપુર જિલ્લામાં તમામ શિવાલયો મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવનાદથી ગુંજી ઉઠ્યાં

બોડેલી,( છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લામાં તમામ શિવાલયોમાં વહેલી સવારથી શિવભક્તો ઘ્વારા ભોળાનાથની પૂજા,અર્ચના અને આરતી કરવામાં આવી હતી શિવભક્તો ઘ્વારા મહાશિવરાત્રિમાં એક દિવસ ઉપવાસ રાખવામાં આવે છે જેમાં શિવભક્તો અલગ અલગ પ્રકારની ફરાળી વાનગીને આરોગી શિવજીના મંત્રોચ્ચાર કરી પુણ્યની કમાણી કરે છે શિવજી કે શિવલિંગને બીલીપત્ર,ગાયનું કાચું દૂધ,અબીલ, કંકુ,ચંદન, ગંગાજળ જેવી સામગ્રીથી અભિષેક કરવામાં આવે છે શિવભક્તો પોતપોતાની શ્રધ્ધા મુજબ પૂજા,અર્ચના કરી શિવજીને રીઝવવા અનેક રીતો અપનાવી ધન્યતા અનુભવે છે જિલ્લાના અનેક મંદિરોમાં શિવજીના દર્શનાર્થે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી જો કે ભક્તો ઘ્વારા સરકારની કોરોનાની ગાઈડલાઇનને અનુસરી સોસીયલ ડીસ્ટન્સીન્ગનું પાલન કરવામાં આવ્યું હતું મંદિરોમાં પ્રસાદની વહેંચણી કોરોના મહામારીને ધ્યાનમાં લઈને વિતરણ ન કરવાનું મંદિરના સંચાલકોએ નક્કી કર્યું હતું બોડેલી નગરમાં શિવભક્તોએ દર વર્ષની જેમ શોભાયાત્રા રામ મંદિરથી ગોપેશ્વર મહાદેવ મંદિર સુધી કાઢી હતી જેમાં નગરના શિવભક્તો મોટા પ્રમાણમાં જોડાયા હતા બોડેલી તાલુકાના ચલામલી ગામે ત્રિમંદિરમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇ ખુબ ઓછી સંખ્યામાં શિવભક્તોએ પૂજા,અર્ચના અને આરતીમાં જોડાયા હતા.વણઘા ગામે હનુમાનજી મંદિરમાં સ્થિત મહાદેવની આરતી કરી અખંડ રામાયણના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આમ છોટાઉદેપુર જિલ્લામાં શિવરાત્રીના તહેવારનો શિવભક્તોએ ખુબ ઉત્સાહભેર ઉજવણી કરી હતી જિલ્લાના તમામ શિવાલયો “શિવોહમ,શિવોહમ “ઓમ નમઃ શિવાય” ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here