છોટાઉદેપુર જિલ્લાની સનાડાં ગ્રુપ શાળા ખાતે શાળાના બાળકોને કંપાસ બોક્સ, પેન્સિલ, સ્કૂલબેગ, સ્કૂલ એક્ઝામ પેડ, બોલપેન, નોટબુક અને શાળાની બાળાઓ માટે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ની સનાડા ક્લસ્ટરની સનાડા ગૃપ પ્રાથમિક શાળા ખાતે 3 KV સોલર પેનલ, બાયોગેસ પ્લાન્ટ, પાંચ ટોયલેટ બ્લોક અને વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનો ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ ઈમરાનભાઈ સોની જિ.પ્રા.શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં તા.પ્રા.શિક્ષણાધિકારી, બીટ નિરીક્ષક તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, શિક્ષક મિત્રો તથા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
સદર કાર્યક્રમમાં SARVA NGO દ્વારા શાળાના બાળકોને 300 કંપાસ બોક્સ, 30000 (ત્રીસ હજાર) પેન્સિલ, 300 સ્કૂલબેગ, 300 સ્કૂલ એક્ઝામ પેડ, 1500 બોલપેન, 2000 નોટબુક, શાળાની બાળાઓ માટે 300 સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ બાળકોને NGO દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here