કાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ વર્ષો જૂની પરંપરા તોડી, પર્યાવરણના નામે નગરમાં હોળી માટે લાકડા નહીં આપવાની જાહેરાતથી ચકચાર…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

તાજેતરમાં જ કાલોલ સહિત 76 જેટલી નગરપાલિકાઓમાં વહીવટદાર નિમવાની વાત ની સાહી સૂકાઈ નથી કાલોલ નગર ખાતે નગરપાલિકાનું અસ્તિત્વ ન હતું ત્યારથી એટલે કે વર્ષોથી ગ્રામ પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા ( બરો) ના કાર્યકાળથી નગરપાલિકા દ્વારા યેન કેન પ્રકારે હિન્દુ ધર્મના સૌથી મોટા એવા હોળીના તહેવારમાં લાકડાની જરૂરિયાત પૂરી પાડતું હતું ત્યારે આજરોજ સ્થાનિક અખબારના માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા,” જાહેર જનતા જોગ હોળીકા દહન માટે લાકડા મળશે નહીં” તેવા મથાળા હેઠળ આગામી હોળીના તહેવાર દરમિયાન પર્યાવરણના જતન માટે નગરપાલિકા દ્વારા કાલોલ નગરમાં પાલીકા દ્વારા હોલિકા દહન માટે લાકડાની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહિ, હોલિકા દહન ના સ્થળે ડસ્ટ તેમજ માટી નાખી આપવામાં આવશે હોલિકા દહન માટે લાકડાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે તેવી જાહેરાત આપીને મોટુ આશ્ચર્ય સર્જ્યું છે. વધુમાં નગરપાલિકાના માજી કોર્પોરેટરો ને આ બાબતે પૂછતા તેઓએ જણાવેલ કે ચીફ ઓફિસરને આ બાબતે રજૂઆત કરતા સમગ્ર ગામમાં ટાઉનહોલ વિસ્તારમાં એકમાત્ર હોળી પ્રગટાવવામાં આવે તો પાલિકા દ્વારા છાણાની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવેલ છે જે કોઈ પણ સંજોગોમાં શક્ય નથી કેમકે કાલોલ નગરમાં ચાર થી પાંચ સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવે છે. કાલોલ નગરપાલિકા ના માજી કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવેલ કે વર્ષો જૂની પરંપરાને ચીફ ઓફિસરે તોડવી જોઈતી ન હતી. ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ નો સંપર્ક કરતા તેઓ પણ આ બાબત થી અજાણ હોવાનો દાવો કર્યો છે. ત્યારે બહુમતી સમાજને નામે વોટ માંગી ને બહુમતી સમાજ ની સરકાર બનાવીને બહુમતી સમાજને જ જ્યારે કાયદો બતાવવામાં આવે ત્યારે તથા કથીત આગેવાનોએ શા માટે ગલ્લા તલ્લા કરવા પડે કે બહાના બતાવવા પડે. કાલોલના જાગૃત નાગરિકો આ તબક્કે જણાવે છે કે શું માત્ર બહુમતી સમાજના તહેવારોમાં જ પર્યાવરણને નુકસાન થાય છે ? શું કાયદો માત્ર બહુમતી સમાજ માટે જ છે ? કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર યોગ્ય નિર્ણય શક્તિ ધરાવે તો વર્ષો જુના નગરપાલિકાના બાકી વેરા કયા વિસ્તારમાં બાકી છે અને આ બાકી વેરા ઉઘરાવવા માટે શું નક્કર આયોજન કરવાનું છે ? તે દિશામાં પગલાં ભરવાને બદલે બહુમતી સમાજની લાગણીઓ સાથે ચેડા કરી રહ્યા છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here