છોટાઉદેપુર : કોલી ગામેથી દેશી તમંચો ઝડપી પાડતી રંગપુર પોલીસ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કોલી ગામેથી ગે.કા એક દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટા) ને ઝડપી પાડતી રંગપુર પોલીસ શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક, વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા શ્રી એ.વી.કાટકડ ના.પો.અધિ છો .6 ડિવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથીયાર બંધીના ગુના તથા એ.ટી.એસ ના ચાર્ટર મુજબની કામગીરી સોધી કાઢી પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના કરતા રંગપુર પોલીસ સબ ઈંન્સ એન.એમ.ભુરીયાનાઓ તેઓના સ્ટાફના માણસો સાથે રંગપુર પોસ્ટે વિસ્તારમાં હતા દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે કોલી ગામે મંદીર ફળીયામાં રહેતા અમરસીંગભાઇ બગલાભાઇ રાઠવા નાનો દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટો) લાયસન્સ વગરનો ગેર કાયદેસરનો પોતાના કબજા ભોગવટાના મકાનમાં સંતાડી રાખેલ છે તેવી મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે સદરી ના કબજા ભોગવટાના મકાનમાં ઝડતી તપાસ કરતા સદરીના મકાનમાં અંદર માળીયા ઉપર સંતાડી રાખેલ એક દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટો) કિ.રૂ .૨.૫૦૦/-નો મુદામાલ રાખી ઘરે હાજર મળી નહી આવતા તેના વિરુધ્ધમાં ધી આર્મ એકટ કલમ ૨૫ (૧-બી), (એ), મુજબ ગુનો રજી કરી આરોપી અમરસીંગભાઇ બગલાભાઇ રાઠવા રહે.કોલી તા.જી.છોટાઉદેપુર નાઓને શોધી કાઢી પકડવા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી-અમરસીંગભાઇ બગલાભાઇ રાઠવા રહે. કોલી તા.જી.છોટાઉદેપુર કામગીરી કરનાર કર્મચારીઓ (૧) એન.એમ.ભુરીયાપો.સ.ઈ રંગપુર પોસ્ટે (૨) અ.હે.કો.ચંદ્રસીંગભાઇ ગમજીભાઇ બ.નં .૪૧૭ (૩) પો.કો.શૈલેષભાઇ જેન્તીભાઇ બનં -૦૨૨ (૪) પો.કો.હિતેન્દ્રભાઇ લગધીરભાઇ બ.નં .૮૪૭ (૫) ડ્રા.પો.કો જયેશભાઇ ઇશ્વરભાઈ બ.નં .૯૧૨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here