છોટાઉદેપુર અને અલીરાજપુરને જોડતા નેશનલ હાઇવે નં 56 ઉપર આવેલા બ્રિજ ઉપર ગાબડું પડતા ભયની ભીતિ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગર પાસેથી પસાર થતો અને મધ્યપ્રદેશને જોડતો બ્રિજ નેશનલ હાઇવે નં 56 ઉપર આવેલો છે. જે બ્રિજ ઉપર ગત રાત્રીએ સામા કિનારે રોડ ઉપર એક મસ મોટું ગાબડું પડી ગયું હતું જે ગાબડું પડતા આવતા જતા રાહદારીઓ માં ભયનો માહોલ જોવા મળ્યો છે બ્રિજ ઉપર ગાબડું જોતા ખાસુ ઊંડું હોય તેમ જણાય રહ્યું છે. તથા પડેલા ભુવાને જોવા રાહદારીઓ પણ એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ તંત્રને થતા તત્કાલિક ભુવો પુરી દેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના બ્રીજો માથી છોટાઉદેપુર અને અલીરાજપુરને જોડતો બ્રિજ પણ નબળી હાલતમાં છે. બ્રિજ ઉપરથી ભારે વાહન પસાર થતા કંપન થાય છે. જ્યારે બ્રિજ નીચે ભૂતકાળમાં ઓરસંગ નદીમાં આડેધડ રેતી ખનનથી પાયા દેખાઈ આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા તેની ગુણવંત્તા તપાસવામાં હજુ આવી નથી હાલમાં થોડા સમય અગાઉ છોટાઉદેપુર બોડેલીને જોડતો પાવીજેતપુર ખાતેનો બ્રિજ ધસમસતા પાણીને કારણે નુકસાન થવાથી બેસી જતા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો જયારે પ્રજાને ભારે તકલીફો પણ ભોગવવાનો વારો આવ્યો હતો. લાંબી માંગણીઓ બાદ આ બ્રિજ નાના વાહન માટે શરૂ કરવામાં આવ્યો છે જે સમસ્યા છોટાઉદેપુર માં ના સર્જાય એ અંગે તકેદારી રાખવી ખુબ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય રાજ્ય સભા સાંસદ નારણભાઇ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બ્રિજ ની ગુણવત્તા તપાસવા અંગે પણ માંગ કરી હતી. છોટાઉદેપુર – અલીરાજપુર બ્રિજ ઉપર ભુવો પડતા રાહદારીઓ માં એ ભય ફેલાયો છે કે આવનારા દિવસોમાં પાવીજેતપુર બ્રિજ ની જે હાલત થઈ હતી તેવી છોટાઉદેપુર બ્રિજની હાલત નય થાયને? જ્યારે નેશનલ હાઇવે ઉપર આવેલા બ્રિજ જે છોટાઉદેપુર, ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યને જોડે છે. અને આ એકજ માર્ગ હોય જેથી આ અંગે ગંભીરતા પૂર્વક ચકાસણી કરવી જરૂરી છે. આવેલા બ્રિજની વગુંવત્તા તપાસવી જરૂરી છે. જ્યારે નબળા બ્રિજોની મરામત કરાવવી પણ જરૂરી છે. સાથે સાથે જ્યાં બ્રિજ નવા બનાવવા જરૂરી હોય તો એ પણ કાર્યવાહી કરવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here