ગોધરા ખાતે કલેક્ટરશ્રી સુજલ મયાત્રાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા સેવાસદન, ગોધરા ખાતે કલેક્ટરશ્રી સુજલ મયાત્રાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ હતી. જે અંતર્ગત ભાગ-1ની બેઠકમાં જનસુખાકારી માટે ધારાસભ્યોશ્રીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમનાં પ્રત્યુત્તરો પાઠવવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવી નિશ્ચિત સમયમર્યાદામાં પદાધિકારીશ્રીઓને ઉકેલ અને કામગીરી બાબતે જાણ કરવા જણાવ્યું હતું. જિલ્લામાં પાણી પુરવઠાનાં બાકી કામો, હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાનાં કામ, અપંગતા પ્રમાણપત્રોને લગતી ફરિયાદો, વીજ જોડાણનાં પ્રશ્નો, પીવાનાં પાણી-હેન્ડપંપનાં બાકી કામોનાં પ્રશ્નો, આઉટસોર્સીંગ સહિતનાં કર્મચારીઓને બાકી વેતનનાં પ્રશ્ન, નેશનલ હાઈવે ઓથોરીટીનાં પ્રશ્નો સહિતનાં પ્રશ્નો-ફરિયાદોની વિગતવાર છણાવટ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી સ્થિતિ અને કામગીરીમાં પ્રગતિ બાબતની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સર્વશ્રી સી.કે.રાઉલજી, શ્રી જયદ્રથસિંહ પરમાર, શ્રી સુમનબેન ચૌહાણ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા તેમજ સંકલન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here