છોટાઉદેપુર જિલ્લામાં ઘરે ઘરે વીજળીના સ્માર્ટ મીટર મફત લગાવામાં આવશે

છોટાઉદેપુર, મુકેશ જે રાઠવા :-

MGVCLએ છોટાઉદેપુર જિલ્લામાં નવા સ્માર્ટ મીટર લગાવવા માટે તૈયારી દર્શાવી

MGVCLએ જિલ્લા કલેક્ટરશ્રી સ્તુતિ ચારણ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તથા અન્ય સભ્યો સમક્ષ MGVCL દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં લાગુ કરવામાં આવનાર વીજળીના સ્માર્ટ મીટરના પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. હાલમાં આ બાબત પ્રાથમિક ચર્ચામાં લેવાઈ રહી છે તથા ખુબ જ ટૂંક સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં આ યોજના શરૂ કરવા માટે MGVCLએ તૈયારી દર્શાવી છે. અને તેમનો ટાર્ગેટ 2025નો નક્કી કર્યો હતો. તેમજ નાગરીકોને કોઈ પણ અન્ય ચાર્જીસ વગર રીપ્લેસમેન્ટ કરી આપવામાં આવશે તેવુ પણ જણાવ્યુ હતુ. આ યોજના પ્રાથમિક ધોરણે સરકારી સંસ્થાઓમાં શરૂ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here