દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોઢવા ગામેથી મોટી માત્રામાં ગાજો પંકડાયો

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

મોઢવા ગામેથી બાતમી આધારે ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગ-૧૨૦૯ જેનું કુલ વજન ૩૪૧.૪૩૦ કિલોગ્રામ કુલ કિ. રૂા.૩૪,૧૪,૩૦૦ /- ના જથ્થા સાથે એક આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ધાનપુર પોલીસ

મહે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર વી અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા ના ઓએ નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવા આપેલ સુચનાઓ જે અનુસંધાને દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ પણ આ બાબતે જરૂરી સુચના અને માર્ગદર્શન આપી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી બિશાખા જૈન સાહેબ લીમખેડા વિભાગનાઓએ આવી ગે.કા.રીતેની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી કેશ કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ જે અનુસંધાને સર્કલ પો.ઇન્સ.શ્રી એ.એન.ગઢવી સાહેબ દેવગઢબારીઆ સર્કલ નાઓએ પણ જરૂરી સુચનાઓ આપેલ જે આધારે ધાનપુર પો.સ્ટે. પો.સ.ઇ. આર.જી.ચુડાસમાનાઓએ આ બાબતે જરૂરી સુચનાઓ આપી સ્ટાફના કર્મચારીઓ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. આર. જી.ચુડાસમા નાઓને ચોક્કસ ખાનગી બાતમી હકીકત મળેલ કે મોઢવા ગામે રહેતા ચંદ્રસિંહ રામસિહ જાતે બારીયા ઉ.વ.૫૫ ધંધો ખેતી રહે.મોઢવા પટેલ ફળીપા તા.ધાનપુર જી.દાહોદ નાઓએ તેમની માલિકીના કબજા ભોગવટાના ખેતરોમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડોનું વાવેતર કરેલ છે.તેવી મળેલ માહીતી આધારે ઉપરી અધિકારીની સુચના મુજબ ગેઝેટેડ અધિકારી (એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.ગામેતી ) નાઓ સાથે રહી રેઇડ કરતા કામના આરોપીના કબજા ભોગવટાના ખેતરોમાંથી કપાસ તથા તુવરના વાવેતરની આડમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ મળી આવેલ જેથી એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખેતરમાંથી મળી આવેલ વનસ્પતિ જન્ય માદક પદાર્થના છોડનું પરિક્ષણ કરતાં તમામ છોડ લીલા ગાંજાના છોડ હોવાનું જણાવેલ, જેથી આ કામના આરોપીના કબજા ભોગવટાના ખેતરમાંથી મળી આવેલ ગાંજાના છોડ નંગ ૧૨૦૯ નું કુલ વજન ૩૪૧.૪૩૦ કિગ્રામ ની કુલ કિંમત રૂપિયા ૩૪,૧૪,૩૦૦/-નો મુદ્દામાલ કબજે લઇ આરોપી વિરુધ્ધ એન.ડી.પી.એસ, એકટ મુજબની ફરીયાદ દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ. ચન્દ્રસિંહ રામસિંહ જાતે બારીયા ઉ.વ.૫૫ ધંધો ખેતી રહે મોઢવા પટેલ ફળીયા તા ધાનપુર જી.દાહોદ નું નામ જાાણવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here