મોડાસા : ગાજણ ગામની સીમમાં મારૂતી ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની બોટલો સહિત પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી અરવલ્લી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્દસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બારવાલ,સાહેબ અરવલ્લી નાઓએ જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની તથા નશીલા માદક દ્રવ્યોની પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર રેઇડો કરી અસરકારક પરિણામ લક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/ સુચનાઓ આપેલ હતી.
જે આધારે શ્રી, કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી. સ્ટાફ ના અધિકારી/કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી/વેચાણ કરતા ઇસમોની જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી. જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા ગાજણ ટોલ ટેક્ષ નજીક જતાં બાતમીરાહે હકીકત મળેલ કે એક સફેદ કલરની મારૂતી ઇકો ગાડી નંબર GJ 27 X 5479 નીમાં તેનો ચાલક તથા તેની સાથેનો બીજો એક ઇસમ ઇકો ગાડીમાં નીચેના ભાગે ગુપ્ત ખાના બનાવી તેમાં રાજસ્થાન રાજ્યમાંથી વિદેશી દારૂ ભરી શામળાજી આશ્રમ થઇ મોડાસા થઇ આગળ જનાર છે. તેવી બાતમી હકીકત મળેલ હોઇ જે હકીકત ગાજણ ટોલ ટેક્ષ ખાતે શામળાજી તરફથી આવતા રોડ ઉપર ઉભા રહી ઉપરોકત બાતમી હકીકત વાળી ગાડીની વોચ/ નાકા બંધીમાં હતા અને શામળાજી તરફથી આવતા વાહનોનુ ચેકીંગ કરતા હતા. દરમ્યાન શામળાજી તરફથી બાતમી હકીકત વાળી સફેદ કલરની ટેક્ષી પાર્સીગની મારૂતી ઇકો ગાડી નંબર GJ 27 X 5479 ની આવતાં તેને રોકવા ઇશારો કરતા તેના ચાલકે પોતાની ગાડી ઉભી રાખતા ઇકો ગાડી પાસે જઇ ચોક્કસ બાતમી હોઇ સદરી ઇકોના ચાલક તથા તેની સાથેના ઇસમને નીચે ઉતારી સદરી ઇકો ગાડીની નીચે ભાગે જોતા પતરાની પ્લેટો ઉપર બોલ્ટ મારેલ હોઇ જે બોલ્ટ ખોલી જોતા અંદર બે ગુપ્ત ખાના બનાવેલ હતા.જે બંને ગુપ્ત ખાનામાં જોતા અંદર ન્યુઝ પેપરમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂની છુટી બોટલો ભરેલ હતી.જેથી સદરી ઇકોના ચાલક તથા સાથેના ઇસમ પાસે પોતાના વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઇ આવવા બદલ પાસપરમીટ કે બીજો કોઇ આધાર પુરાવો ન હોય તેમજ સદરી ઇસમ પૈકી એક ઇસમનુ નામ ઠામ પુછતાં દીનેશભાઇ શાંતીલાલ અહારી ઉ.વ.૨૮ રહે.સકલાલ તા. નયાગાવ જી.ઉદેપુર (રાજસ્થાન)નો હોવાનુ જણાવેલ.સદરીની અંગ ઝડતી કરતાં કાળા કલરની બોડીવાળો વીવો Y12 કંપનીનો મોબાઇલ ફોન જેમાં જેની કી.રૂ.૫,૦૦૦/- ની ગણી તથા બીજા ઇસમનુ નાકમઠામ પુછતાં રમેશકુમાર સ/ઓ નકુડા લખુમ્બરા ઉ.વ.૨૫ રહે.ગોરણ તા.ઝાડોલ જી. ઉદેપુર (રાજસ્થાન)નો હોવાનુ જણાવેલ.સદરીની અંગઝડતી કરતાં સીલ્વર કલરની બોડીવાળો એમ આઇ કંપનીનો મોબાઇલ ફોન જેની કી.રૂ.૫,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબ્જે લીધેલ હતો. સદરી મારૂતી ઇકો ગાડીમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસપરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો કુલ નંગ-૧૪૩ જેની કિં.રૂ.૨૮,૬૫૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડી ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૩૮,૬૫૦/-નો મુદ્દામાલ કબજે લીધેલ છે. જે અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ 27 X 5479 ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
(ર) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો કુલ નંગ-૧૪૩ જેની કિં.રૂ.૨૮,૬૫૦
ઇકો ગાડી તથા મોબાઇલ ફોનનંગ-૨ કી.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ રૂ.૩,૩૮,૬૫૦/-નો મુદ્દામાલ
પકડાયેલ આરોપી:-
(૧) દીનેશભાઇ શાંતીલાલ અહારી ઉ.વ.૨૮ રહે.સકલાલ તા.નયાગાવ જી.ઉદેપુર (રાજસ્થાન)
(૨)રમેશકુમાર સ/ઓ નકુડા લખુમ્બરા ઉ.વ.૨૫ રહે.ગોરણ તા.ઝાડોલ જી.ઉદેપુર (રાજસ્થાન)
વોન્ટેડ આરોપી:-
(૧) હરીપ્રકાશ બરંડા રહે.બડલા તા.ખેરવાડા જી.ઉદેપુર (રાજસ્થાન)
(૨) હરેશ કનુભાઇ સોલંકી રહે.તોરણા તા.કપડવંજ જી.ખેડા
કામ કરનાર અધિકારી / કર્મચારીઓઃ-
(૧) શ્રી કે.ડી.ગોહીલ,પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. મોડાસા
(૨) શ્રી એસ.કે.ચાવડા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. મોડાસા
(૩) એ.એસ.આઇ શંકરભાઇ ધુળાજી એલ.સી.બી. મોડાસા
(૪) એસ.આઇ અનીલકુમાર અંબાલાલ એલ.સી.બી. મોડાસા
(૫) અ.હે.કો.અભેસીંહ કોદરસિંહ એલ.સી.બી. મોડાસા
(૬) અ.હે.કો. કલ્પેશસિંહ કરણસિંહ એલ.સી.બી. મોડાસા
(૭) અ.હે.કો. હરેશભાઇ કાંતીભાઇ એલ.સી.બી. મોડાસા
(૮) અ.હે.કો દીલીપભાઇ થાનાભાઇ એલ.સી.બી. મોડાસા
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી ધ્વારા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી પ્રસંશનીય કામગીરી કરેલ છે. તા.૦૨.૦૯.ર૦ર૩.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here