છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાનાં ખટાસ ગામમાં સામુહિક શૌચાલયની દુર્દશા, સરકારી નાણાંનો સરકારી અધિકારીઓ દ્વારા જ વેડફાટ

પાવીજેતપુર, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાનાં ખટાસ ગામનાં રોડની બીલકુલ બાજુમાં જ આવેલ સામુહિક શૌચાલયની આજુબાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે.સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત સ્વચ્છતા રાખવા માટે અનેક અવનવાં પ્રયાસો કરાતાં હોય છે જેને લઇને ગુજરાત સરકાર પણ સ્વચ્છતા નાં નામે મોટા મોટા દાવા કરી રહી છે પરંતુ અહીં તે દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ લોકોમાં જાગૃતતા ફેલાવી જાહેરમાં શૌચ ક્રિયા કે પેશાબ ન કરે તે હેતુથી સામુહિક શૌચાલયો બનાવતી હોય છે પરંતુ તે પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે તેવી જ રીતે ખટાશ ગામમાં ૨૦૧૮-૧૯ માં સામુહિક શૌચાલય બનાવવામાં આવ્યું હતુ જેમાં સરકારી નાણાંનો સીધે સીધો વેડફાટ કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સામુહિક શૌચાલયની આગળ કચરાનાં ઢગલેઢગલા દેખાય રહ્યા છે જેને કારણે જાહેર શૌચાલયનો કોઈ ઉપયોગ થતો નથી અને મહત્વની વાત એ છે કે સામુહિક શૌચાલય નાં દરવાજાઓને તાળાં મારી દેવામાં આવ્યા છે જેથી સામુહિક શૌચાલય હાલ તો બીલકુલ શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે.
જેથી ખટાસ ગ્રામ પંચાયતના વહીવટ કર્તાઓ તથા એસબીએમ શાખાનાં અધિકારીઓ દ્વારા સામુહિક શૌચાલયની આજુબાજુ કચરાની સાફ સફાઈ કરાવે અને દરવાજા પર મારેલાં તાળાં જલ્દી ખોલાવે તે જરુરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here