પાંચ મહિનાના બાળકનું તેની માતા સાથે પુર્નમિલન કરાવતી ગોધરા અભયમની ટીમ

ગોધરા,(પંચમહાલ)
ઈશહાક રાંટા

કાલોલની એક યુવતીએ ગોધરા પાસેના એક ગામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ચાર વર્ષના લગ્નજીવન બાદ તેમને ત્યાં બાળકનો જન્મ થયો હતો. જો કે સાસુએ પરિણીતા સાથે આડોડાઈ શરૂ કરી હતી. બાળકને સાચવવામાં કે ઘરકામમાં કોઈ મદદ ન મળતા બંને કામગીરી પરણિતાને માથે આવી હતી. જેના પરિણામે સમયસર જમવાનું અને ઘરકામ યોગ્ય રીતે ના થતા સાસુ અવારનવાર મહેણાં મારી તેને માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત અને તેમનો દીકરો આવે ત્યારે તેને ફરિયાદ કરતા કે તારી વહુનું હવે કામમાં ધ્યાન નથી. માતા દ્વારા રોજબરોજ આવી ફરિયાદ થતા પતિ પણ અવારનવાર પત્નીને માર મારતો હતો. આવી જ બાબતને લઈ ઝગડો થતા પતિ અને સાસુએ પરણિતાને ઘરમાંથી બાળક સહિત કાઢી મુકતા તેઓ પોતાના પિયર કાલોલમાં આવી રહેતા હતા. જો કે બે દિવસ પહેલા તેના પતિ ચૂપચાપ આવી બાળકને રડતો લઈ ભાગીને પોતાના ઘરે આવી ગયા હતા. પરીણિતા અને તેની માતા બાળકને લેવા આવતા બંનેને ધમકાવી ઘરમાં પ્રવેશવા દીધા ન હતા, જેથી પરણિતાએ મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરતા અભયમ રેસ્ક્યુની ટીમે આવી સાસરીના લોકોને સમજાવ્યા હતા કે આ રીતે પત્નીને હેરાન કરવું તેમજ નાના બાળકને માતાથી દૂર કરવું ગુનો બને છે. આ ઉપરાંત, આ ઉપરાંત સાસુ ને પણ વહુને માનસિક ત્રાસ ન આપતા પ્રેમથી રાખવા અંગે ઘરકામ અને બાળકની કાળજી લેવા બાબત સમજાવતા તેમને પોતાની ભૂલ સમજાઈ હતી. તેઓએ ખાતરી આપી હતી કે હવે પછી કોઈ હેરાનગતિ નહીં કરીએ અને બાળક સહિત પરીણિતાને સાસરીમાં સારી રીતે રાખવા કબૂલ કરી ફરી ઘરમાં આવકારી હતી. આમ ગૃહકંકાશનો ઉકેલ લાવી અભયમ ટીમે એક પરિવારને ફરી એક કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here