ઘોંઘંબા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બાળ સુરક્ષા સમિતીની બેઠક યોજાઇ

ઘોઘંબા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા ખાતે તાલુકા વિકાસ અઘિકારીશ્રીના અઘ્યક્ષસ્થાને બાળ સુરક્ષા સમિતીની મિટીંગ યોજાઈ હતી. બેઠકમાં બાળ સુરક્ષા સંદર્ભે બાળકોને લગતા વિવિઘ પ્રશ્નોની ચર્ચા તથા બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષા અંગેની યોજનાઓ અને કાયદાઓ જેવા કે પાલક માતા પિતા યોજના, સ્પોન્સરશિપ યોજના, ફોસ્ટર કેર, જુવેનાઇલ જસ્ટીસ એકટ ૨૦૧૫ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન એકટ),પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એકટ -૨૦૧૨, બાળ અઘિકારો અને સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS), બાળ લગ્ન પ્રતિબંઘક અઘિનિયમ વગેરેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તાલુકામાં આ અંગે થઈ રહેલી કામગીરીની વિગતો લેતા તાલુકા વિકાસ અઘિકારીશ્રીએ બાળકો માટેની વિવિઘ કલ્યાણકારી યોજનાઓ તથા બાળકોને એક સુરક્ષિત વાતાવરણ પૂરૂ પાડવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત જીલ્લા બાળ સુરક્ષા એકમ, ગોઘરા, સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ દ્રારા ૦ થી ૧૮ વર્ષના અનાથ બાળકોના “શ્રેષ્ઠ હીત તથા અધિકારો” ના રક્ષણ માટેની અસરકારક અને સક્ષમ વ્યવસ્થા ઉભી કરવી તથા કપરી પરિસ્થિતિમાં રહેલાં બાળકોનાં પુનઃસ્થાપન માટે કાર્યો કરી તેમને સમાજમાં મજબુત સ્થાન અપાવવા માટે સંકલિત બાળ સુરક્ષા યોજના અમલમાં છે. બેઠકમાં તાલુકા વિકાસ અઘિકારીશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારીશ્રીઓ, સી.ડી.પી.ઓ., તાલુકા હેલ્થ ઓફીસરશ્રી, જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રતિનિઘિશ્રી તથા સરપંચશ્રીના હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here