છુછાપુરા ખાતે હઝરત ખ્વાજા જલ્દ નવાજ સરકારના ઉર્સની અને સંદલ શરીફ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલ છુછાપુરા ગામે આવેલ સુપ્રસિદ્ધ દરગાહ હિન્દુ- મુસ્લિમ એકતાનું પ્રતિક એવા ખ્વાજા જલ્દ નવાજ સરકાર નો ઉર્સ ની અને સંદલ શરીફ ની ધામધૂમથી ઉજવવામાં આવી હતી 22 મે સોમવાર ના રોજ સાંજે અસરની નમાજ બાદ સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું મુસ્તાક બાપુના ઘરેથી સંદલ શરીફ કાઢવામાં આવ્યું હતું સલા તો સલામ સાથે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયો અકીદતમંદોએ મોટી સંખ્યામાં હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા
અને આજે મંગળ વાર તારીખ 23 મે ના રોજ સરકાર ના ઉર્સ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ખુબ મોટી સંખ્યામાં લોકો ઉર્સ માં હાજરી આપી હતી જ્યા દેખો ત્યાં બહું મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું દરગાહ ને રોશનીથી શણગારવામાં આવી હતી
રાત્રે કવાલી નો શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો જેમાં મશહૂર કવાલી નો શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો સંખેડા તાલુકા ના છુછાપુરા ગામમાં આવેલ દરગાહ જ્યાં દરેક ધર્મના લોકો પોતાની મનોકામના માટે આવતા હોય છે અને તેમની મનોકામના પૂરી થાય છે છેલ્લા ત્રણ વર્ષથી કોરોના કાળને લઈને ઉર્સ સાદગીથી મનાવવામાં આવ્યો હતો ત્યારે ગઈ વર્ષ અને આ વર્ષે ખ્વાજા જલ્દ નવાજ સરકાર નો ઉર્સ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો છુછાપુરા ખાતે હઝરત ખ્વાજા જલ્દ નવાજ સરકાર ના ઉર્સ ની અને સંદલ શરીફ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સદલ સરિફ ના દિવસે સાંજે આમ નયાજ નું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે હઝરત ખ્વાજા જલ્દ નવાજ સરકાર ના ઉર્સ મુબારક ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here