ગોધરા શહેરની નામાંકીત શાળા ધી.ઇકબાલ યુનિયન હાઇસ્કુલ ખાતે ફીટ ઇન્ડિયા સંદર્ભે કબડ્ડી,ખોખો,વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

તારીખ 29/8/2023 મંગળવારના રોજ ભારત સરકારના ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ગોધરાની પ્રસિદ્ધ શાળા ધી.ઇકબાલ યુનિયન હાઇસ્કુલ ગોધરા ખાતે ખોખો,કબડ્ડી,વોલીબોલ જેવી રમતોની આયોજન કરવામાં આવ્યું…..શાળાના આચાર્ય શ્રી સાદીક શેખ સાહેબે રમતોનું જીવનમાં શું મહત્વ છે તેમજ આજના સમયમાં શરીરને રોગોથી બચાવી તંદુરસ્ત કેવી રીતે રાખવું એ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. શાળાના સુપરવાઈઝર શ્રી આર આર પટેલ સાહેબ તેમજ આબીદ ચાંદા સાહેબે પણ વિદ્યાર્થીઓને રમતોના ફાયદા બતાવ્યા હતા. અલગ અલગ મેદાનોમાં વિદ્યાર્થીઓ એ હર્ષ ઉલ્લાસથી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો..વિવિધ પ્રકારની રમતોમાં શાળાના વ્યાયામ શિક્ષકો શોએબ યાયમન.,શોએબ મામજી ઇકબાલ સિંધી સાહેબે નિર્ણાયકોની ભૂમિકા ભજવી હતી…અંતમાં વિજેતા ટીમોને શાળાના આચાર્ય શ્રી સદિક શેખ સાહેબના હાથે ઇનામો પણ આપવામાં આવ્યા હતા….અંતમાં આચાર્યશ્રી સાદિક શેખ સાહેબ દ્વારા. ફીટ ઇન્ડિયા પ્રોગ્રામને સફળ બનાવનાર શાળાના વ્યાયામ શિક્ષકો….શ્રી શોએબ યાયમન ,શોએબ મામજી,ઇકબાલ શિંધી,મૌલાના ફારૂક,કાસિમ ડોલતી,શોકત દેડકી ,અસ્લમ બોકડા,બશીર સાહેબ,અશરફ,સાહેબ, ઝાહિદ સાહેબ,સૈયદ સાહેબ,પાયા સાહેબ,હસીના બહેન,નસીમ બહેન,સાદિક બહેન,ભાયા સાહેબ,અનીસ સાહેબ,શિકારી સાહેબ,પઠાણ સાહેબ ,રલિયા સાહેબ તેમજ શાળાના શિક્ષક તેમજ સામાજિક કાર્યકર્તા ખાલિદ દાવ તેમજ સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here