ગોધરા નગરનું એક એવું વ્યક્તિત્વ કે જે જન્મથી મરણ સુધી હસતા હસાવતા સ્વભાવે અનેક લોકોને રડાવી ગયો…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

ફારૂક સબ કો યે લગતા થા કી, મદારી તો તેરા ઉપનામ હૈ…પર તું તો સચમે ગજબકા કરતબ દિખા ગયા… તું આખરી દમ તક હસતા રહા.. ઔર ન જાને કીતનો કો રૂલા ગયા..

વિધિના સર્જનહાર એવા વિધતાએ સૃષ્ટિને બનાવતાની સાથે જ જણાવી દીધું હતું કે કોઈ વસ્તુ સદા માટે નથી, તમે જીવિત હોવાની અનુભૂતિ કરી રહ્યા છો એટલીજ વાર જીવંત રહેશો.. જે આજે તમારી પાસે છે.. તમારી સાથે છે.. એ કાલે નહી હોય… જીવનનો કોઈ ભરોસો નથી, જ્યારે મૌત આવશે તો જીવન પલભરના વાયદેય તમારી પાસે નહીં રોકાય.. અને મૌત સનાતન સત્ય છે.. એ વગર આમંત્રણે એની સાથે લઈ જશે… ટૂંકમાં કહું તો જન્મ અને મરણ વિધિનો વિધાન છે, જેથી વિશ્વમાં અનેક લોકો રોજે રોજ જન્મે છે અને અનેક લોકો રોજે રોજ મરે છે.. પણ મારી કલમે હું દરેક મોતની કથની નથી લખી શકતો .. પરંતુ અમુક સમયે કોઈ એવી પણ મૌત થાય છે કે જે પોતાના કરેલા સદકાર્યો અને કર્મોના કારણે મર્યા પછી પણ યારોની યાદોમાં લોકોની વાતોમાં જીવિત રહી જાય છે..

ગત રોજ મારા નગર ગોધરામાં મોજ અને હાસ્યનો અકાળ સરી પડ્યો હતો, ચારેકોર અશ્રુઓનો વરસાદ વર્ષી રહ્યો હતો.. કોઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું હતું તો કોઈની અંતરઆત્મા ચીસો પોકારી રહી હતી.. હર કોઈ સ્વીકારી રહ્યું હતું કે એક એવું વ્યક્તિતત્વ કે જે પોતાના મોજભર્યા અંદાજમાં હસતા હસાવતા ફાની દુનિયાને ત્યાગી સ્વર્ગલોકનો મહેમાન બની ગયો… અને પોતાના નિસ્વાર્થ ભાવે કરેલા સદકાર્યોને લોકોના મુખે શણગારી ગયો..

વાત છે ગોધરા નગરના ફારૂક વોરા ઉર્ફે મદારીની… ગોધરા નગરના દરેક ધર્મ, જાતિ અને ભાતિના લોકો માટે ફારૂક યારોનો યાર હતો.. દુશ્મનીનો શબ્દ ફારૂકની પછડાઈથી પણ દૂર રહેતો હતો, ફારૂક હર ઘડીએ મોજમાં જીવવાની ઘૂંટી પી ને જન્મ્યો હોય એ રીતે હંમેશા હસતો અને હસાવતો રહેતો હતો.. કપરી મહેતન કરી ગામે ગામ કાપડનું ગોઠડું લઈ ફેરી કરનારો ફારૂક પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી નવરાશના પળોમાં લોકસેવામાં મગ્ન થઈ જતો અને એક કદ્દાવર નેતાને શરમાવે એવા સમાજ સેવાના કાર્યો કરતો રહેતો હતો..

તદઉપરાંત સમાજ સેવાની લતે રાજકીય સહારો લેવો ફારૂક કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ ગયો હતો, એને ક્યાં ખબર હતી કે કાલનો દિવસ એનો અંતિમ દિવસ હશે..!! જ્યારે જ્યારે ફારૂક ફેરી ફરવા જાય ત્યારે પોતાના વિડીઓ બનાવી સોશિયલ મીડિયામાં વહેતા કરતો અને કોંગ્રેસ પક્ષ પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રગટ કરતો રહેતો હતો..

પોતાના નિયત ક્રમ મુજબ ગતરોજ પણ ફારૂક કાપડની ગઠડી લઈને ફેરી ફરવા ગયો.. જ્યારે ગોધરા પરત આવ્યો તો પોતાનો માલ સમાન ઘરે મૂકીને ભરબપોરે જૂની પોસ્ટ વિસ્તારમાં ઉર્દુ શાળા પાસે ગોઠવવામાં આવેલ કચરાના કન્ટેનરને ગંદકીથી ઉભરાતો જોઈ હાથમાં પાવડો લઈ રસ્તા પર પ્રસરાઈ રહેલા કચરાને સાફ કરવા લાગ્યો.. વિડીઓ પ્રેમી ફારૂકે તે સમયે પણ પોતાનો વિડીઓ બનાવી આશરે 2:45 એ પોતાના સ્ટેટસ પર મુક્યો… ત્યારબાદ ઘરે જમવાનું જમી પરત ઘર બહાર નીકળી પડ્યો અને અચાનક એની છાતીના ભાગે દુખાવો ઉપડતા મિત્રોની મદદે હોસ્પિટલ પહોંચ્યો પરંતુ ડોકટર કોઈ સારવાર કરે એ પહેલા જ ફારૂકને હૃદયનો હુમલો આવતા ફાની દુનિયાને છોડીને જતો રહ્યો…

ત્યારબાદ ફારૂકના મૃત્યુની ખબર જ્યારે ફેલાવવા લાગી ત્યારે ફારૂકના સ્નેહીજનો સહિતના લોકટોળા એના ઘર આગળ ભેગા થઈ ગયા… ફારૂક એક એવું વ્યક્તિતત્વ હતું કે જેને સૌ કોઈ હસતા મોઢે બોલાવતા.. અને જ્યારે કોઈ મજાકમાં એના પર ખોટા આક્ષેપ કરતો તો પણ ફારૂક હસતા મોઢે એ તમામ આક્ષેપોને સહન કરી જતો…

ફારૂકનો મિલન સાર સ્વભાવ શબ્દોના સહારે લખવો ખુબજ મુશ્કેલ છે.. ફારૂકને જ્યારે પણ મળવું હોય સમજવું હોય તો facebook પર faruk vohra નામની આઈ ડી જોઈ લેવી… એને જોયા પછી સાચા ફારૂકનો પરિચય સૌ કોઈને મળી જશે…

અલ્લાહ ફારૂકની કબરને પોતાની રેહમતના સદકામાં નૂરથી મુનવ્વર કરે.. અને જન્નતુલ ફિરદૌશમાં આલાથી આલા મકામ અતા કરે.. તેમજ ફારૂકના ઘરવાળાઓને સબ્રે જમીલ અતા કરે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here