બનાસકાંઠા : કાંકરેજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જયંતીભાઈ રાજગોરની બોલબાલા…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

કાંકરેજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જયંતીભાઈ રાજગોરનની ટીકીટ માંગણીને લઈ વિરોધ પક્ષોમાં હડકંપ

હાલ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈ દરેક રાજકીય મોરચે વિચાર વિમશ સાથે ચૂંટણીની રણનીતિના આખરી પાના લખાઈ રહ્યા છે ખરેખર તો છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યમાં ભાજપા અને કોંગ્રેસ એમ માત્ર બે રાજકીય પક્ષો જ સામ સામે ટકરાતા હતા પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાની જગ્યા બનાવવાના તખ્તા તૈયાર કરી લીધા છે.. જેના કારણે ભાજપ અને કોંગ્રેસને આ ચૂંટણીમાં ખુબજ મહેનત કરવાનો વારો આવી ગયો છે.

તજજ્ઞોના મતાનુસાર આ વખતના વિધાનસભાના રાજકીય જંગમાં છેલ્લા 27 વર્ષથી એક ધાર્યું શાસન કરનાર ભાજપનો વિકાસનો મુદ્દો મોંઘવારી અને ઉપરા છાપરી થઈ રહેલા આંદોલનોના ભાર તળે અટવાઈ પડ્યો છે, જ્યારે કોંગ્રેસ માટે એક પછી એક પક્ષ પલટા કરનારા પોતાના નેતાઓના કારસ્તાનોનો ખુલાસા સહિતનો સામનો કરવાનો વારો આવ્યો છે,

આ વિધાનસભા ની ચૂંટણીમાં ભાજપને પોતાની સત્તા બચાવવાની ઇનિંગ રમવાની છે જ્યારે કોંગ્રેસને પરિવર્તનની વાત જનતાના મગજમાં ઉતરવાની છે.. માટે જ હાલ રાજ્યમાં ચૂંટણી ઢંઢેરા પહેલા જ ચૂંટણીનો રંગ જામી ગયો છે…અને રાજ્યની લગભગ વિધાનસભા સીટો પર સંભવિત ઉમેદવારોનો લીસ્ટ ધાર્યા કરતાં વધારે લાંબો થઈ ગયો છે..

મળતી વિગતો મુજબ બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા સીટ પર પરિવર્તનના બુલંદ અવાઝે કોંગ્રેસના યુવા નેતા જયંતીભાઈ રાજગોરનું નામ ચર્ચાઈ રહ્યું છે, જયંતીભાઈ રાજગોર જિલ્લા પંચાયતની સમૌમોટા ગામ સીટ પર સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે.. તેમજ પોતાની સ્વચ્છ છબી સાથે શિક્ષિત હોવાથી તેઓની લોક ચાહના વધુ પ્રબળ બની ગઈ છે.. જયંતીભાઈ રાજગોર મૂળ સમૌમોટા ગામના વતની છે અને તેઓ ડીસા તાલુકાના બ્રહ્મ સમાજના ઉપ પ્રમુખ પદે પોતાની સેવા આપી રહ્યા છે, જેથી કાંકરેજ મત વિસ્તારમાં તેઓની બોલબાલા સરા જાહેર ચર્ચાઈ રહી છે..

રાજકીય પંડિતોના તર્ક મુજબ જો કાંકરેજ વિધાનસભા સીટ પર એન્ટી ઇન્કમબેંસીના વાવાઝોડામાં અસ્થિર બનેલ ભાજપાને હરાવવી હોય તો કોંગ્રેસને કોઈ સ્વચ્છ છબી ધરાવતા યુવા નેતાને તક આપવી જોઈએ.. અને કાંકરેજની હવામાં હાલ જયંતીભાઈ રાજગોરનું નામ મોખરે દેખાઈ રહ્યું છે.. જેથી કોંગ્રેસના યુવા વર્ગે પણ જયંતીભાઈ રાજગોરના બેનર તળે કાંકરેજનો વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ કરી લીધી છે.. જેથી કાંકરેજના અન્ય રાજકિયો પક્ષો ભારે મુંજવણ સાથે પોતાના સંભવિત ઉમેદવારોની ખોજમાં જોતરાઈ ગયા છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here