ગોધરા નગરના 7 વર્ષના હાસીમ વોહરાએ જીવનનો પહેલો રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

હાલ મુસ્લિમ ધર્મમાં ધૈર્ય, શ્રદ્ધા અને સંયમનું અનુકરણ કરાવતા પવિત્ર રમઝાન માસનો મહિનો ચાલી રહ્યો છે જે હવે છેલ્લા તબક્કામાંથી પસાર થઇ રહ્યો હોય ત્યારે હવે માત્ર ત્રણ રોજા બાકી રહ્યા છે, જેમાં ગોધરા નગરના એક માસૂમ સાત વર્ષના હાસિમે પોતાના જીવનનો પ્રથમ રોજો પૂર્ણ કરી ભુખ અને તરસ ઉપર વિજય મેળવ્યો હતો.. જેને ઇસ્લામી ભાષામાં એવું કહી શકાય કે ધૈર્ય અને સંયમ દાખવી અલ્લાહના હુકમનું પાલન કર્યું હતું… સાત વર્ષની કુમળી વયે રોજો રાખનાર હાસીમ એ મોહસીન સીરાજભાઈ વોહરા નો પુત્ર છે.. અને ગોધરા નગરના પ્રખર સમાજ સેવક આદિલ વોહરાનો ભત્રીજો છે… હાલની કાળઝાળ ગરમીમાં 14 કલાક ભૂખ્યા તરસ્યા રહી રોજો રાખનાર એક માસુમ દીકરાએ અલ્લાહની મન ભરીને ઈબાદત કરી હતી અને એક ઉદાહરણ પુરૂ પાળ્યુ છે જે મોટા માણસો નથી કરી સકતા તે આ નાની દીકરાએ કરી બતાવ્યું છે તેમજ આ હાસિમે રોજો રાખી દેશ દુનિયા અને પરિવાર માટે ખુબ દુવાઓ કરી હતી અને વોહરા પરિવારે દિકરા સાથે રોજો ઇફ્તાર કરી રોજો ઇફ્તારના વધામણાં કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here