સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઘ્વારા “પહેલી રાખી દેશપ્રેમ કી ” કાર્યક્રમ અંતર્ગત વીર સૈનિકોને રાખડીઓ મોકલી

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

રક્ષા બંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભારતનું રક્ષણ કરતા જવાનોને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાલોલ દ્વારા કાલોલ નગર ના દરેક વોર્ડ અને કાલોલ તાલુકાના દરેક ગામમાંથી ભારતીય સૈનિકોની રક્ષા માટે બહેનો અને માતાઓએ રાખડી, પત્ર અને કંકુ ચોખા મોકલી દેશ પ્રેમનું એક ઉત્કુષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.કાલોલ શહેર અને તાલુકામાંથી S. V. G. R. Y. ના કાલોલ તાલુકા સંયોજક પ્રતીકભાઈ બ્રહ્મભટ, કૌશલ ઉપાધ્યાય અને તેમની ટીમેં લગભગ ૧૨૯ જેટલી રાખડી અલગ-અલગ ગામમાંથી અને વૉર્ડમાંથી એકત્ર કરી રાષ્ટ્રપ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને માતૃભૂમિનું રક્ષણ કરતા ભારતના વીર જવાનોની સાથે સમગ્ર દેશ હોવાનો સંદેશ પહોંચાડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here