ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં ત્રિ-મંદિર ભામૈયા ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગોધરા ધારાસભ્‍યશ્રી સી.કે.રાઉલજીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,જિલ્લા કિસાન સંઘના પ્રમુખશ્રી તથા મોટા પ્રમાણમાં ખેડૂતોએ હાજર રહીને મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમના લાઈવ પ્રસારણને નિહાળ્યું હતું.

આ તકે ધારાસભ્યશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, નવી પેઢીના ખાતરો જેવાકે, નેનો યુરિયા/નેનો ડી.એ.પી., ડ્રોન ટેકનોલોજીનો, સુક્ષ્મ પિયત પધ્ધતી વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપ્યું હતું તથા ખેડૂતોને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું.

આ પ્રસગે કૃષિ વૈજ્ઞાનીકશ્રીઓએ પણ “શ્રી અન્ન” મિલેટસની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી તથા ખેતી પાકોમાં ખેતી ખર્ચના ઘટાડા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું.સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ, સોઇલ હેલ્થ કાર્ડ તથા FPOની કામગીરી અંગે પોતાના અનુભવો ખેડૂતો સમક્ષ વ્યકત કર્યા હતા.
આ પ્રસગે કૃષિ પ્રદર્શનના વિવિધ ૧૫ જેટલા સ્ટોલ તથા સેવાસેતુના ૧૫ જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.જેનો ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.આ તકે ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here