ગોધરા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા શહેરાના ધારાપુર ખાતે આંખની તપાસ માટેના કેમ્પનું આયોજન કરાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં તાલુકા આરોગ્ય કચેરી,ગોધરા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.મહેશ ચૌધરીના અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગોધરા શહેર વિસ્તારની આશા બહેનો તેમજ પિયર એજ્યુકેટરની તાલીમ દરમિયાન કિશોર અવસ્થા દરમિયાન તરુણ અને તરુણીઓમાં થતા શારીરિક વિકાસ અંતર્ગત ફેરફારો અને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી કાળજી,સ્વચ્છતા તથા પૌષ્ટિક આહારના મહત્વ વિશે ઉપસ્થિતોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સાથે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શહેરાના
ધારાપુર સ્થિત શ્રીમતી જી.કે.પરમાર હાઇસ્કુલ ખાતે આંખની તપાસ માટે કેમ્પનું આયોજન કરાયું હતું.જેમાં 14 બાળકોને આંખના નંબર નીકળ્યા હતા.બાળકોના આંખના ચશ્મા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here