શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન ૩૬ કોલેજોએ કબડ્ડી સ્પર્ધામાં લીધો ભાગ, વેદાંત સાયન્સ કોલેજ લુણાવાડા ખાતે ઈન્ટર કોલેજ કબડ્ડી સ્પર્ધા યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાની તમામ કોલેજો દ્વાર ઈન્ટર કોલેજ કબડ્ડી સ્પર્ધા પુરુષ કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાની વિવિધ કોલેજ ની ૩૬ જેટલી ટીમોએ કબડ્ડી સ્પર્ધા ભાઈઓમાં ભાગ લીધો હતો જેમાં કુલ ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ કબડ્ડી સ્પર્ધામાં જોડાયા હતા. જેનું આયોજન વેદાંત સાયન્સ કોલેજ લુણાવાડા ખાતે કરવામાં આવ્યું હતું. આ કબડ્ડી સ્પર્ધામાં ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિશ્રી પ્રતાપસિહ ચૌહાણ, લુણાવાડાના ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ સેવક તેમજ માજી ધારાસભ્યશ્રી હીરાભાઈ પટેલ અને સંસ્થાના પ્રમુખશ્રી રાકેશભાઈ તેમજ યુનિવર્સિટીના સ્પોટ ડાયરેક્ટરશ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ શેઠ.પી.ટી.કોલેજના આચાર્ય એમ.બી.પટેલ અને પ્રોફેસરશ્રીઓ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.

યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે આગળ વધારવા માટે કોલેજોમાં ખાસ પ્રકારનું આયોજન કરવામા આવે છે જે અંતર્ગત આજે ૩૬ કોલેજોની ૩૬ જેટલી ટીમોએ કબડ્ડી સ્પર્ધા ભાઈઓમાં ભાગ લીધો હતો જેમાં કુલ ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રમત-ગમતમાં જોડાયા હતા તેમ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાના કુલસચિવશ્રીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here