શહેરા તાલુકા પંચાયત સીટ ના વિજેતા જે.બી.સોલંકી નો સોસિયલ મીડિયામાં કોગ્રેશમાંથી રાજીનામુ આપ્યું હોવાની અફવા સાબિત થઈ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

.શહેરા તાલુકાના વિરોધ પક્ષના નેતા ને હાલ ૬ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે જ્યારે તેને લઈને અન્ય પેપર ની પૂર્તિ મા ગતરોજ સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે જે. બી. સોલંકી એ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું. તે બાબતે પક્ષ દ્વારા તેમને કોઈ સપોર્ટ ના કરતા તેમને કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડયો હોવાનો મેસેજ શહેરા તાલુકાના અન્ય ગ્રુપોમાં ફરતો હોવાની ચર્ચા થઈ રહી હતી. ત્યારે વિરોધ પક્ષના નેતા ને આની જાણ તથા તેઓ એ જણાવ્યું હતું કે મેં કોઈ રાજીનામું આપ્યું નથી અને હું કોંગ્રેસ સાથે મારા છેલ્લા સ્વાસ સુધી જોડાયેલો રહીશ. આજ મુદ્દે અમિત ચાવડાએ પણ જણાવ્યું હતું કે જે.બી સોલંકી ને ખોટી રીતના ફરિયાદો કરી પ્રજાલક્ષી કામો કરી રહયા છે તેને દબાવા માટે ના આ તેના વિરોધીઓ કાવતરા કરી રહયા છે. હાલ હવે એ જોવાનું રહ્યું કે જે.બી. સોલંકી તડીપાર ના આ નિર્ણય ને લઈ આગળ ના શુ પગલાં ભરશે.અને ક્યારે પરત પાછા ફરે તેની રાહ જે.બી ના સમર્થકો જોઈ રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here