ગોધરા એલ.સી.બી. પોલીસ તેમજ ગોધરા તાલુકા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી દાહોદથી ગોધરા તરફ ટેન્કરમાં વિદેશી દારૂ ભરીને આવતા આંતરરાજ્ય ખેપીયાને ઝડપી પાડયો…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગોધરા તાલુકાના કેવડીયા ગામની સીમમા દાહોદથી ગોધરા તરફ આવતા હાઇવે રોડ ઉપરથી ટેન્કર નંબર- G.J.12 BY 2206 માંથી વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીનની બોટલો મળી કુલ નંગ -૫૦૧૬ કિમત રૂ ।. ૨૩,૫૮,૦૦૦ / -નો પ્રોહી મુદ્દામાલ તેમજ ટેન્કરની કિંમત રૂા .૧૦,૦૦,૦૦૦ / – તેમજ મોબાઈલ ફોન નંગ -૧ કિંમત રૂા .૩૦૦૦ / – એમ મળી કુલ રૂા .૩૩,૬૧૦૦૦ / – ના પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી પી.એન.સીંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રીડર શાખા ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળતા તેની જાણ શ્રી જે.એન. પરમાર પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓને કરતા જેઓએ એલ.સી.બી. સ્ટાફના માણસોને તેમજ શ્રી એન.કે.ડાભી પોલીસ ઈન્સપેક્ટર ગોધરા તાલુકા પો.સ્ટે નાઓને બાતમી હકીકતથી વાકેફ કરેલ , એક ટેન્કર નંબર- G.J.12 BY 2206 નો ચાલક તેના કબજાના ટેન્કરમાં ચોર ખાના બનાવી પ્રોહીનો જથ્થો ભરી તે દારૂનો જથ્થો ટેન્કરનો ચાલક વડોદરા તરફ લઇને જનાર છે અને આ ટેન્કરનો ચાલક હાલમા દાહોદ તરફના હાઇવે રોડેથી ગોધરા નજીકમાં પહોંચનાર છે તેવી મળેલ બાતમી આધારે ગોધરા એલ.સી.બી. સ્ટાફના માણસો તેમજ ગોધરા તાલુકા પો.સ્ટે . ના માણસો ગોધરા તાલુકાના કેવડીયા ગામની સીમમા દાહોદથી ગોધરા તરફ આવતા હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી બાતમી મુજબના ટેન્કર નંબર- G.J.12 BY 2206 ને પકડી પાડેલ જેમાથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે . કબજે કરેલ મુદ્દામાલ ( ૧ ) રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમિયમ વ્હીસ્કી બોટલો નંગ- ૩૭૨ કી.રૂ .૪,૪૬,૪૦૦ / ( ર ) મેગડોવેલ્સ નં .૧ સુપરીચોર વ્હીસ્કી બોટલો નંગ- ૨૪૧૨ બોટલની કીં.રૂ .૧૬,૮૮,૪૦૦ / ( ૩ ) સિમ્બા એકટ્રા સ્ટ્રોગ ટીન બીયર નંગ- ૨૨૩૨ ની કીં.રૂ .૨,૨૩,૨૦૦ / ( ૪ ) અંગ ઝડતી માંથી મળેલ મોબાઈલ ફોન નંગ -૧ કી.રૂ. ૩૦૦ ° | – ( ૫ ) ટેન્કર નંબર- ઉ . J.12 BY 2208 કીં.રૂ .૧૦,૦૦,૦૦૦ / પકડાયેલ આરોપીનુ નામ ( ૧ ) મનોહર ધિમારાવ બિસ્નોઇ રહે , સોનારી , સેડવા જી.બાડમેર રાજસ્થાન વોન્ટેડ આરોપીઓનુ નામ ( ૧ ) ટેન્કર માલીક સુનીલ જેના પૂરેપૂરે નામ સરનામાની ખબર નથી તે રહે , સાંચોર – રાજસ્થાન જેનો મોબાઇલ સીમ નંબર- ૭૫૫૮૩૧૪૮૪૫ ( ૨ ) ભવરલાલ સુજાનારામ બિસ્નોઇ રહે , સાંચોર – સરનાઉ રાજસ્થાન ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here