પંચમહાલ જિલ્લા તેમજ અન્ય આંતર જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના કુલ -૪ ગુન્હાઓમા છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો દાહોદ જીલ્લાના સક્રીય દહમા ગેંગનો ઘરફોડ ચોરીઓના રીઢા આરોપીને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે , ( ૧ ) ગોધરા શહેર એ . ડીવીઝન પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૫૫/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ ( ૨ ) હાલોલ ટાઉન પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૭૦/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૪૫૪ , ૪૧૧ , ૩૮૦ , ૧૧૪ મુજબ ( ૩ ) દાહોદ જીલ્લાના ધાનપુર પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૧૭૫ / ૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ , ૧૧૪ મુજબ ( ૪ ) દેવગઢ બારીયા પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૧૨૬ / ૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી સુરેશભાઇ બાબુભાઇ દહમા રહે . કાલીવાડ દહમા ફળીયું તા.ધાનપુર જી.દાહોદ નાનો હાલમા ગોધરા બસ સ્ટેન્ડમાં ઉભેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે શ્રી આઇ.એ.સિસોદીયા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ગોધરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેઓને બાતમી હકીકતથી વાફેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરી સદરી આરોપીને શોધી કાઢી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here