છોટાઉદેપુર : લાખોના ખર્ચે ગામના લોકો કરુંડીયા ઇન્દની ઉજવણી સાથે દેવોની પેઢી બદલશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આદિવાસી બાહુલ્ય ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં વસતાં આદિવાસીઓ આદિ અનાદી કાળથી પરંપરા રહી છે કે ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલા દેવ પ્રતીકો જૂના થઈ જાય તો જૂના દેવ પ્રતીકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો ભેગા મળીને દેવો ના ઘોડા અને દેવ પ્રતીકો દૂર કરી નવા ઘોડા અને દેવ પ્રતીકો ની પેઢી બદલવાની પરંપરા ને દેવ ની પેઢી બદલવા નો રિવાજ માનવામાં આવે છે

આદિવાસી રીત રિવાજ પ્રમાણે વર્ષો અગાઉ ગાબડીયા ખાતે કરુડીયા ઇન્દ ની ઉજવણી કરી દેવો ની પેઢી નાખવાં આવી હતી અને બે મહિના પૂર્વે ગામના આગેવાનો ભેગા મળી ને સીમમાં બિરાજમાન દેવી દેવતાઓના દેવ સ્થાનો ની પેઢી બદલવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરુપે ગાબડીયા ગામે વર્ષો જૂની આ પરંપરા મુજબ કરુંડીયા ઇન્દની ઉજવણી સાથે ઇન્દ માંડવા માં આવનાર છે. જેમાં આજુબાજુ ના ૨૦ થી ૨૫ ગામના લોકો હજારો ની સંખ્યા માં વાદ્ય સંગીત ના સાધનો સાથે નાચગાન સાથે સહભાગી બનશે,

જિલ્લા ના આદિવાસીઓ પ્રકૃતિ પુજા માં માને છે, જેથી ગામ માં માનવ સમુદાય સહિત ઢોરઢાંખર સૌ સાજા માજા રહે, ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે તેવી માન્યતા સાથે આસ્થાભેર આખા ગામ ના લોકો માત્ર બાફેલું જમવા નું જમીન પર પથારી કરી સૂવાનું વ્રત પાડી આદિવાસી સમાજના રીત રીવાજો મુજબ ગામની સીમમાં આવેલ ૨૦ જેટલાં દેવી દેવતાઓના દેવ સ્થાનો ની વિધિ વિધાન સાથે પેઢી બદલવા માટેની વિધિ માં જોતરાયા છે,

ગામના દેવો ની પેઢી બદલવાની વિધિ વિશે જાણકારી આપતા ગાબડીયા ગામ, હાલ સાગના લાકડામાંથી ગામમાં બિરાજમાન તમામ દેવી દેવતાના દેવ પ્રતીકો (જેને આદિવાસી ભાષામાં દેવ પ્રતીકો ખૂંટડા કહે છે) ઘડવાની અને રંગ રોગાન કરી દેવો ના દેવ પ્રતીકો બદલવાની કામગીરીમાં જોતરાયા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here