ગેરકાયદેસર રીતે રેતી ભરતા ટ્રેક્ટર પકડવા ગયેલા મામલતદાર પર ટ્રેક્ટર ઝુટવા ખનન માફિયાઓએ હુમલો કર્યો…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલના અગાસીની મુવાડી પાસે આવેલ ગોમા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનિજ માફીયાઓ પર છાપો મારવા ગયેલાં કાલોલ મામલતદારની ટીમે પર ખનન માફીયાઓ ના મળતિયા માથાભારે લોકોએ કયૉ હુમલો. કાલોલ તાલુકામા આવેલ ગોમાં નદીમાં રેતી ખનન અટકાવવા કાલોલ મામલતદાર છેલ્લા બે દિવસથી ખનન માફીયાઓ પર તરાપ મારી રહ્યા છે. પંરતુ ખનિજ માફીયાઓની ચોરી નજરથી મામલતદાર નદીમાં પહોંચે તે અગાઉ રેતી ખનન કરતા ખનિજ માફીયાઓ છુમંતર થઈ જતાં હોય છે.પરંતુ માથા ભારે ખનિજ માફીયાઓ ની ગેંગમાંથી મુશ્કેલી સજૉતાં ટ્રેક્ટર ચાલક રંગેહાથ ઝડપાઈ જવાની બિકથી ભુમાફીયાઓ ટ્રેક્ટર છોડી ભાગતાં નદીમાં બિનવારસી પડેલ ટ્રેક્ટર કાલોલ મામલતદાર ટીમને હાથ લાગી ગયું હતું. જે ટ્રેક્ટર ને કાલોલ મામલતદાર કચેરી ખાતે લાવતાં રસ્તાઓ પર સ્થાનિક મળતીયાઓ અને ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનિજ માફીયાઓ રોડ પર સુઈ જઈને આળ ઊભી કરી ટ્રેક્ટર ઝુંટવી લેવા નો પ્રયાસ કરી મામલતદાર ટીમ પર હુમલો કર્યો હતો.પરંતુ મહામુસીબતે જીવનાં જોખમે ટ્રેક્ટર ને કાલોલ મામલતદાર કચેરી ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી ટ્રેક્ટર ની કિંમત આશરે ૪૫૦૦૦૦/- હોવાનાં અંદાજે રેતી દંડ પેટે ની રકમ અધિકારી નાં અંદાજ મુજબ એક લાખ ની થતી હોય તે મુજબ ની યોગ્ય કાર્યવાહી કરવા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કાલોલ ની કચેરી ખાતેથી લેખિતમાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રીને, જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી ને નકલ રવાના કરી હતી. બોક્સ :- કાલોલ મામલતદાર કચેરીનાં રેતી ખનન માફીયાઓ સામે ધરખમ કાયૅવાહી કરવામાં ગયેલ વહીવટીતંત્ર પર લોક ટીકાઓ પણ કાલોલ નગરમાં ચાલતાં બેફામ ખનિજ માફીયાઓને લઈ ને કરવામાં આવી હતી. દુર દુર સુધી જઈને ખનિજ માફીયાઓ સામે તંત્ર સફાળું બનવા જાય છે. પરંતુ કાલોલ શીશુ મંદિર પાછળથી પસાર થતી ગોદમાં નદીમાં થતાં ખનન સામે કાયૅવાહી કેમ નહીં ? કે પછી દિવા તરે અંધારી જેવી નજર આવતાં લોકો માં ચચૉનો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here