છોટા ઉદેપુર વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા નિ નેમ સાથે નગરમાં સાયકલ રેલી યોજી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ગુજરાત સરકાર ના વન વિભાગ દ્વારા હાલ માસ મોબિલાઇઝેશન ફોર મિશન લાઇફ કાર્યક્ર્મ અંતર્ગત ગૂજરાત અને સંપૂર્ણ ભારત ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રયત્ન આદરવામાં આવ્યાં છે. જે અંતર્ગત વન વિભાગ ની તમામ કચેરીઓ માં સાફસફાઈ કરવામાં આવી છે. અને પ્લાસ્ટિક નો વપરાશ નહિવત થાય તેવાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. તેમજ આજરોજ સંપૂર્ણ ભારત પ્લાસ્ટિક મુક્ત બને અને પ્રજા માં જાગૃતી આવે તે માટે સાયકલ રેલી યોજવામાં આવી હતી. આ સાયકલ રેલી નગરનાં મુખ્ય માર્ગો પર ફરી પ્રજાને પ્લાસ્ટિક ન વાપરવા અને તેના થી પર્યાવરણ ને થતાં નુકશાન અંગે સમજાવવા માં આવ્યાં હતાં. 5 જૂન સુધી ચાલનારા આ અભિયાન માં વધુ કાર્યક્રમો યોજી પર્યાવરણ ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રજા માં જાગૃતી લાવવા પ્રયત્નો કરવા માં આવશે તેમ વન વિભાગ દ્વારા જણાવવા માં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here