ગુ.રા.ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા મૂખ્યમંત્રી,શિક્ષણમંત્રીને અનૂદાનિત મા,અને ઉ.મા શાળાઓના શિક્ષકોના કાયમી પ્રશ્નો ઉકેલવા બાબતે રજૂઆત

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલોના કર્મચારીઓના પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ કરવા તેમજ સાતમા પગારપંચના એરિયર્સ હપ્તા છેલ્લા બે વર્ષથી હપ્તા ચુકવાયેલા નહી હોવા સહિત અનેક પડતર પ્રશ્નોનો ને લઈને માધ્યમિક શિક્ષક સંઘ, મહામંડળ અને ગૂજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા મૂખ્યમંત્રી,શિક્ષણમંત્રીને અનૂદાનિત મા,અને ઉ.મા શાળા ઓના શિક્ષકોના કાયમી પ્રશ્નો ઉકેલવા બાબતે રજૂઆત કરી છે.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલોના કર્મચારીઓના પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ કરવા સહિતના અનેક પડતર પ્રશ્નોનો નિકાલ પાછલા કેટલાક વર્ષોથી અનેક રજૂઆત બાદ પણ નહીં આવી રહયો હતો. ત્યારે માધ્યમિક શિક્ષક સંઘ, મહામંડળ અને ગૂજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને મૌખિક રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મૂખ્યમંત્રીને સંબોધીને આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે અનૂદાનિત શાળાઓના શિક્ષક કર્મચારીઓની પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ કરવા બાબતે પ્રાથમીક શિક્ષકોના આંદોલનના સર્મથનના ટેકો જાહેર કરી ધરણા પ્રદશનો કર્યા હતા.જેમા પ્રાથમિક શિક્ષકો પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ ગણવા બાબતેપરિપત્ર કરેલ અને અમારી અનૂદાનિત શાળાઓના શિક્ષકકર્મચારીઓ માટે પરિપત્રને નહી કરીને અનૂદાનિત શાળાના શિક્ષક કર્મચારીઓની પાંચ વરસ ગણવા પરિપત્ર કરવા સમાધાન કરેલ અને અમારા શિક્ષક કર્મચારીઓએ માર્ચ-૨૦૧૯ની પરીક્ષાના બહિષ્કારનો આદેશ પાછો ખેચી પરીક્ષાની કામગીરી કરેલ એ બાબતથી સુવિદિત છો આમ છતા આજ દિનસુધી પરિપત્ર નથી કરેલ તે દૂ:ખદ અને અન્યાયી બાબત છે,
સાતમા પગારપંચના એરિયર્સ હપ્તા છેલ્લા બે વર્ષથી હપ્તા ચુકવાયેલા નથી.અમારી સળંગ નોકરી કરવા બાબતે, તેમજ સાતમા પગારપંચ,બીજા અનેત્રીજા હપ્તાની ચુકવણી બાબતે ધીરજખુટી ગઈ છે.આ મામલે બોર્ડની પરીક્ષા પહેલા નિર્ણય નહી લેવામા આવે તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અનેક પડતર પ્રશ્નો નો તાત્કાલિક ઉકેલ આવે તેમ શિક્ષકો પણ ઈચ્છી રહયા છે. ત્યારે જોવું જ રહ્યું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો રાજ્ય સરકાર દ્વારા ક્યારે ઉકેલ લાવવામાં આવે તે જોવુજ બન્યુ છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here