ગુજરાત હાઇકોર્ટના આદેશ ને અનુસરી ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના આદેશ અનુસાર મટન ચીકનનું વેચાણ કરતા ડભોઇના ચિકન સેન્ટરની દુકાનો ઉપર આજરોજ નગરપાલિકા દ્વારા નોટિસો બજાવી દુકાનોને સીલ મારવામાં આવ્યું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં પરમિશન વગર ચાલતી નોન વેજની દુકાનો સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યાં છે તે સૂચના અનુસાર આજરોજ ડભોઇ નગરપાલિકા માં છેલ્લા ઘણા વર્ષોથી લાયસન્સ અને એન.ઓ.સી.રીન્યુ ન કરવાથી અને ચીકન સ્લોટીંગમાં કે સ્લોટર હાઉસમાંથી ચીકન ખરીદી કરવા માટે કોઇ સરકાર માન્ય, સ્નાનિક સ્વરાજ્યની સંસ્થા ખાતે નોધાયેલા અને ગુજરાત રાજ્ય પ્રદુષણનું લાઇસન્સ ધરાવતા નહી હોવાથી ડભોઇ નગરપાલિકા દ્વારા આજરોજ ચિકન ની કેટલીક દુકાનોને સીલ મારવામાં આવી હતી.
ચીકનનું વેચાણ બંધ થવાથી ભારે આર્થિક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેવા સમયે માલનું વેચાણ કરવા માટે જ્યાં સુધી સરકાર તરફથી સ્લોટર હાઉસની વ્યવસ્થા નહી થાય ત્યા સુધી દુકાન પર ચીકન વેચાણ કરવાની મંજૂરી આપવાની ચિકન સેન્ટરના વેપારીઓ દ્વારા માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here