ગુજરાત પોલીસને હળહળતો અન્યાય કેમ ? ગ્રેડ પે એ અમારો હક ના સૂત્ર સાથે સોશિયલ મીડિયા દ્વારા સરકાર સામે રણટંકાર

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

સમગ્ર ગુજરાતના પોલીસ માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાને થતા અન્યાય અને હક ના માટે સરકાર સામે સોશિયલ મીડિયા દ્વારા પોતાના હક માટે સિતયુદ્ધ આરંભ્યું છે.

રાજ્યના તમામ પોલીસ કર્મીઓ રાત દિવસ પોતાની ફરજ બજાવતા હોય તેમજ કોઈપણ રાજકીય સભા કે પ્રસંગ તેમજ દરેક તહેવારો ને લઇ બંદોબસ્ત હોય પોલીસ કર્મી ખડે પગે પોતાની ફરજ નિભાવે છે હાલ કોરોના કાળમાં પણ પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કોરોના વોરિયર્સ તરીકે સરાહનીય કામગીરી બજાવી હતી અને તેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ મોતને ભેટયા હતા તેમ છતાં પોલીસ વિભાગ કેટલાક લાભોથી વંચિત કેમ ?
જ્યારે ગ્રેડ પે અમારો હક્ક ના સૂત્ર સાથે સામાજિક મીડિયા ના અલગ અલગ પાસાઓ નો ઉપયોગ કરી સરકાર સામે ડિજિટલ આંદોલન છેડાયું છે જેમાં ગુજરાત રાજ્યના પોલીસ કર્મીઓનું ગ્રેડ પે ઓછું હોય તે ગ્રેડ પે વધારવા તેમજ તમામ કર્મચારીઓને મળતા બાબા આદમના જમાનાનાં ભત્તા માં વધારો કરે તથા તેમના કાર્ય ની સમય મર્યાદા નક્કી કરવામાં આવે સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે જેમાં બીજા વિભાગ ની જેમ યુનિયનની માન્યતા પોલીસ કોન્સ્ટેબલને 2800 રૂપિયા હેડ કોન્સ્ટેબલને 3600 રૂપિયા અને એ.એસ.આઈ ને 4200રુપીયા ગ્રેડ પે આપવાની અને તેમના ભથ્થામાં વધારો કરવાની માંગ કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here