ગુજરાતમાં કોવિડ-19 સામેના વેકસીનેશનની તૈયારીઓ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ છે : મુખ્યમંત્રીશ્રી

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

કોલ્ડચેઇન-સર્વેક્ષણ-તાલીમ બધી વ્યવસ્થાઓ સરકારે કરી દીધી છે

કેન્દ્ર સરકાર જાહેર કરે કે તુરત જ રસી આપવાની કામગીરી ગુજરાત માં પણ શરૂ થઇ જશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાત કોવિડ-19 કોરોના સામેના વેકસીનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે
તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેકસીન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે.
ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગઇ છે, સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઇ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરત જ ગુજરાતમાં પણ વેકસીનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે.
મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન-ખાતમૂર્હત અવસરે સંબોધન કરતાં આ માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here