કોરોના મહામારી દરમિયાન સેવાકીય પ્રવૃતિઓ બદલ અલ્પાબેન પટેલનુ વર્લ્ડ બુક રેકોર્ડ લંડન દ્વારા સન્માન

આણંદ, રફિક શા દિવાન :-

આણંદ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન અનેક સામાજિક ધાર્મિક રાજકીય સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી વ્યકિતઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોની વિવિધ રીતે મદદ કરવામાં આવી હતી. આવી વિશેષ પ્રવૃત્તિઓ બદલ સમયાંતરે દરેક વ્યક્તિ અથવા સંસ્થાને બિરદાવી સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ વર્લ્ડ બુક રેકોર્ડ લંડનના ઉપક્રમે સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી આણંદ જીલ્લા મહિલા મોરચા ના ઉપપ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ ઘ્વારા કોરોના મહામારી મા કરેલી ઉત્તમ સેવાની કામગીરી બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન કાર્યક્રમમાં ગુજરાત ના ઉપપ્રમુખ નીતિનભાઈ ઠાકોર, કરમસદ સંતરામ મંદિર ના મહંત શ્રી પરમપુજ્ય મોરારીદાસ મહારાજ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી ડૉ.દિપીકાબેન સરડવા ,નિવેદિતા ફાઉન્ડેશન આણંદ ના ચેરપર્સન અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રીમતિ નિપાબેન પટેલ ના હસ્તે અલ્પાબેન પટેલને એવૉર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ હંમેશા સેવાકીય પ્રવૃતિઓ સાથે કાર્યરત રહી પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here