પંચમહાલ જિલ્લામાં ”હેલો ડૉકટર બેન” મફત કૉલ સેવા કાર્યક્રમ અમલમાં મુકાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આ પ્રોજેક્ટ દ્વારા જિલ્લામાં ૧ લાખ સગર્ભા માતાઓ સુધી પહોંચી કુપોષણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે

પંચમહાલ જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ચેરીટેબલ ફાઉન્ડેશન પાવર ઓફ ન્યુટ્રીશન અને કન્ઝ્યુમર ગુડ્સ કંપની યુનિલિવર દ્વારા ”હેલો ડૉકટર બેન” મફત કૉલ સેવા કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.આજરોજ ગોધરા જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

આ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ ટેકનોલોજીના ઉપયોગ થકી પોષણ સાથે સાબુથી હાથ ધોવાને પ્રોત્સાહન આપવાના કાર્યને આગળ ધપાવવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા જિલ્લામાં ૧ લાખ જેટલી સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ સુધી પહોંચી કુપોષણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં “હેલો ડૉક્ટર બેન” કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠા અને છોટાઉદેપુર જિલ્લાથી થઇ જેમાં કાર્યક્રમને સફળતા મળતા હવે પંચમહાલ જિલ્લામાં તેની શરૂઆત ગ્રુપ M દ્વારા કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રોજેક્ટનું નિદર્શન કરી પ્રોજેકટની રૂપરેખા વિશે માહિતી આપવામાં આવી હતી. કુપોષણ ઘટાડવા માટેના મહત્વપૂર્ણ ડિજિટલ અભિગમ સાથે લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે ઉપસ્થિત તમામ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

“હેલો ડૉકટર બેન”- મફત કોલ સેવા પ્રોજેકટમાં ૦૯૨૨૭૬૯૨૨૭૬ નંબર દ્વારા જોડાઈ સગર્ભા સ્ત્રીઓ અને જેમના બાળક ૬ વર્ષની ઉંમરના છે તેવા માતા-પિતાને તેમના બાળકોના સ્વસ્થ જીવન માટે પાયાની પોષણ તેમજ આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા માટેના સંદેશ પહોંચશે. તેમજ આ કાર્યક્રમ થકી ગ્રામીણ વિસ્તારોમાં માતા-પિતા અને બાળકોના સ્વાસ્થ્ય તેમજ સ્વચ્છતા વિશેની મહત્વપૂર્ણ માહિતી તેમની અનુકૂળતાએ અને ગમે ત્યાંથી મફત તેમના મોબાઈલ ફોન પર પહોંચશે. જિલ્લાના દરેક લાભાર્થી આ કાર્યક્રમનો લાભ લે તે
માટે તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે જેથી કરીને પંચમહાલ જિલ્લો કુપોષણ સામે લડત આપી શકે.

આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી,THOશ્રી, CDPOશ્રી સહિત વિવિધ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here