કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરનો નર્મદા જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર તા.૨૬ અને ૨૭મી મે,૨૦૨૩ના રોજ બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી પ્રથમ દિવસે તા.૨૬મી મે, શુક્રવારે સવારે ૦૯:૩૦ કલાકે રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સવારે ૧૧:૩૦ કલાકે તિલકવાડા તાલુકામાં સાંસદ આદર્શ ગામ યોજના હેઠળના વ્યાધર ગામની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામે જવા રવાના થશે અને બપોરે ૧૨:૪૫ કલાક સુધી ગામની મુલાકાત કરી ગ્રામજનો સાથે સંવાદ સ્થાપિત કરી ખૂટતી કડી અંગે માહિતી મેળવશે. બાદમાં એકતાનગર (કેવડીયા) સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થશે. કેન્દ્રીય મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર બપોરે ૦૨:૩૦ કલાકે સાગબારા તાલુકાના ભાદોડ ગામની મુલાકાત માટે જવા રવાના થશે. ભાદોડ ગામે ૦૪:૩૦ કલાકે પહોંચી ગામની મુલાકાત કરી ગ્રામજનો સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ વિદેશ મંત્રીશ્રી દેડિયાપાડા તાલુકાના માલ સામોટ ગામની મુલાકાત માટે સાંજે ૦૫:૦૦ કલાકે જવા રવાના થશે. માલ સામોટ ગામમાં સાંજે ૦૬:૧૫થી ૬:૪૫ સુધી ગામની મુલાકાત અને ગામલોકો સાથે વિવિધ વિકાસ મુદ્દે ચર્ચા કરશે. સાંસદ આદર્શ ગામ હેઠળના આ ગામોની મુલાકાત બાદ મંત્રી રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે અનુકૂળતાએ પરત ફરશે.

બીજા દિવસે તા.૨૭મી મે, શનિવારના રોજ સવારે ૮:૧૫ થી ૯:૦૦ કલાકે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ખાતે નિર્માણ થનાર જિમ્નાસ્ટિક હોલની મુલાકાત લેશે. અને પ્રગતિ હેઠળના કામનું નિરિક્ષણ કરશે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સવારે ૦૯:૩૦ કલાકે અમદાવાદ જવા રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here