કેન્દ્રીય ચૂંટણી પંચના ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજને ગરૂડેશ્વર તાલુકા અને છોટાઉદેપુર જિલ્લાની સરહદને જોડતી બોરઉતાર ચેકપોસ્ટની લીધેલી મુલાકાત

ગરૂડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-

ચેકપોસ્ટ ખાતે ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત કરાયેલી ફ્લાઇંગ સ્કોડ, BSF અને પોલીસના જવાનો ધ્વારા થઇ રહેલી કામગીરીના સ્થળ નિરીક્ષણ સાથે ટીમોને સ્થળ પર જ જરૂરી સૂચનો સાથે રંજને પુરૂ પાડ્યું માર્ગદર્શન

નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ખર્ચ નિરિક્ષક તરીકે પ્રભાત રંજનની નિમણૂંક કરવામાં આવી છે. રંજને આજે તા.૧૬ મીને બુધવારના રોજ તેમની ગરૂડેશ્વર તાલુકાની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) મત વિસ્તારની છોટાઉદેપુર જિલ્લાની સરહદને જોડતી બોરઉતાર ખાતેની ચેકપોસ્ટની મુલાકાત લઇ આ ચેકપોસ્ટ ખાતે ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત કરાયેલી ફ્લાઇંગ સ્કોડ, BSF જવાનો અને પોલીસ જવાનો ધ્વારા થઇ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. આ ટીમોને સ્થળ પર જ તેઓશ્રીએ જરૂરી સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક પ્રભાત રંજને આ મુલાકાત દરમિયાન બોરઉતાર ચેકપોસ્ટ ખાતે ફરજ પર રહેલા કર્મીઓના ટીમ લીડર પી.એમ.મોગરા અને પોલીસ અધિકારી એન.જે.તડવી સાથે જરૂરી ચર્ચા-વિમર્શ કરી સ્થળ પર થઈ રહેલી કામગીરીના જરૂરી રજીસ્ટરની ચકાસણી કરી ફરજ પરના કર્મચારીઓ અને ૨૪ કલાક રાઉન્ડ-ધી-ક્લોક વાહન ચેકીંગ અને રૂટ પેટ્રોલિંગ અંગેની વિગતો મેળવી હતી. ત્યારબાદ આ ચેકપોસ્ટ પરથી રોજ કેવાં પ્રકારના વાહનો પસાર થાય છે, દિવસ અને રાત્રિના સમયે કેવા પ્રકારના લોકોની અવર-જવર થાય છે, છેલ્લા સાત દિવસમાં અહીં કેવો માહોલ રહ્યો હતો. ભૂતકાળની ચૂંટણી સમયે આ ચેકપોસ્ટ ખાતે કોઈ ગુનાહિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે કેમ ? વાહન ચેક કરતી વખતે કેવા પ્રકારની કાળજી રાખવી વગેરે જેવી બાબતો અંગેની ઝીણવટભરી જાણકારી સાથે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉક્ત મુલાકાત દરમિયાન લાયઝન ઓફિસર વિનોદભાઈ પટેલ, નાંદોદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ખર્ચ નિરિક્ષક ડી.એ.વસાવા પણ સાથે જોડાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here