દિવ્યાંગ દિકરીનો એક દિવ્યપ્રભાવ રૂપી સાહસ…

પાલીતાણાની અંકિતા શાહ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતી હોવા છતાંય તેને કોઈ નોકરી મળતી નહતી,
કારણ કે પોલિયોના કારણે તેનો એક પગ નકલી હતો !

ફાઇલ ફોટો – બહાદુર અંકિતા શાહ(પાલીતાણા)

અંતે ૨૦૧૨માં અંકિતાને અમદાવાદના કોઈ કોલ -સેન્ટરમાં નોકરી મળતા તે તેના પરિવાર સાથે અમદાવાદ રહેવા આવી જાય છે અને કોલ સેન્ટર પર બાર કલાકની નોકરી કરવી દર મહિને ૱ ૧૨,૦૦૦ કમાવા લાગે છે,અને વધુ પગાર મળે તેવી નોકરી મેળવવાના પ્રયાસ કરતી રહે છે પણ તે એક પગે દિવ્યાંગ હોવાથી કોઈ તેને નોકરી પર રાખવા તૈયાર થતું નથી !

૨૦૧૯માં અંકિતાના પિતાને આંતરડાનું કેન્સર થાય છે, બાર કલાકની નોકરીમાં પિતાની દેખભાળ રાખવામાં તકલીફ રહેતી હોવાથી અંકિતા તે નોકરી છોડી દે છે અને લાલજી બારોટ નામના દિવ્યાંગ રીક્ષા ચાલકની મદદથી રીક્ષા ડ્રાઈવિંગ શીખીને ચાંદખેડા અને કાલુપૂર રેલવે સ્ટેશનનના વિસ્તારમાં હાથથી જ બ્રેક મારી શકાય એવી એક કસ્ટમાઈઝ્ડ રિક્ષા ચલાવવા લાગે છે !

રોજ સવારે ૧૧થી રાતના ૮ વાગ્યા સુધી રીક્ષા ચલાવતા ચલાવતા અંકિતા દિવસમાં બે ત્રણ વખત તેના પિતાની દેખભાળ પણ નિભાવતી રહે છે અને પરિવારનો ઘર ખર્ચ નિકળે તેટલું કમાતી રહે છે !

માર્ચ ૨૦૨૦માં અચાનક કરોના વાયરસનું આગમન થતાં Lock-Down આવતાં અંકિતાની રીક્ષા પણ ફરતી બંધ થઈ ગઈ !

પિતાએ પોલીયોના ટીપાં પીવડાવવામાં બે કાળજી રાખી હોવાના કારણે અંકિતાએ બાળપણથી નકલી પગ સાથે જીવતાં શિખવું પડ્યું હશે, હિમંત રાખી BAની ડિગ્રી મેળવતાં સુધી અનેક રોજીંદી તકલીણો વેઠી હશે,પછી નોકરી મેળવવા માટે અનેક જગાએ અરજીઓ કરી,ઈન્ટરવ્યુ આપી નિરાશા સહન કરવી પડી હશે,અંતે કોલ-સેન્ટરની નોકરી મળતા જીવનમાં જરાક શાંતિ આવી હશે ત્યાં પિતા કેન્સરગ્રસ્ત થતાં શાંતિ લુપ્ત થઈ જતાં,કોઈ પણ વ્યકતિ માનસિક ડિપપ્રેશનમાં આવી જાય પણ આત્મબળવાળી અંકિતા સંજોગોને મહાત કરવા રીક્ષા -ડ્રાઈવર બની જાય છે અને કરોના વાયરસના કારણે આવેલા બેકારીના દિવસો પણ પસાર કરી હાલ ચાંદખેડા અને કાલુપુર રેલ્વે સ્ટેશના વિસ્તારમાં તેનો રીક્ષા રુટ ચલાવી રહી છે,અને પિતાની કાળજી રાખી રહી છે !

જીવનમાં દુ:ખ સુખની આવન જાવન ચાલતી રહે,કરોના વાયરસના કારણે હાલ દેશમાં મંદી પ્રવર્તી રહી હોવાથી અનેક લોકો નકારાત્મક વિચારો કરવા લાગ્યા હશે પણ તેઓએ આ દિવ્યાંગ અંકિતા શાહની જેમ મન મક્કમ રાખી સકારાત્મક વિચાર કરીને આવેલા દિવસોને વિતાવી દેવા જોઈએ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here