કાલોલ સ્મશાન ભૂમિ પાસે બેફામ ખનન… ખનીજ વિભાગે છાપો મારતા રેતી ખાલી કરી ભાગેલ ટ્રેક્ટર ડ્રોન કેમેરાથી પકડાયુ

કાલોલ, (પંચમહાલ)મુસ્તુફા મિર્ઝા :-

વાડ જ જ્યારે ચીભડા ગળે ત્યારે શુ કરવુ

રેતી કાઢવાની લ્હાય મા સ્મશાનભૂમિ પાસેના વૃક્ષો નુ નિકંદન થતા સ્મશાન ગૃહ ને ખતરો હિંદુ સંગઠનો નારાજ

કાલોલ શહેર અને તાલુકામાં ગેરકાયદેસર ખનનની વહેતી ગંગામાં ડૂબકી લગાવતા મોટા માથાઓ ની ચર્ચા

કાલોલ નગર પાસેથી પસાર થતી ગોમા નદીમાં રેતી ખનન કરતા ભૂમફિયા ની વાતો થી સમગ્ર વહીવટી તંત્ર વાકેફ છે તાજેતર મા નાયબ કલેકટર દ્વારા મામલતદાર કચેરીમાં બેઠકો કરી ખનન અટકાવવા માટેની ગતિવિધિઓ તેજ કરી હતી કાલોલ તાલુકાના કાતોલ અને બોરૂ પાસે રેલ્વે ટ્રેક નજીક મોટા માથાઓ ના આશીર્વાદ થી કરોડો રૂપિયાની રેતી માટી નુ ખનન થોડા મહિના પહેલા થઈ ગયેલ છે અને હાલ આજ સ્થળે પુનઃ રેતી ઉલેચી લેવા મોટા માફિયાઓ હિટાચી મશીન લઈ ઉતરી પડ્યા છે પરંતુ મીડિયા ની ટીમ સ્થળ પર પહોંચી જતા તેઓની મેલી મુરાદ પૂરી થઈ નથી. કાલોલ સ્મશાન ભૂમિ ના ખનન માફીયા ઓ ના પાપે જળના સ્તર તો જમીનમાં ઉતર્યા પરંતુ નદી કાંઠે આવેલા વૃક્ષો ને પણ જડમૂળ થી ઊખેડી પર્યાવરણ નો નાશ કરવા જઈ રહ્યા છે. કાલોલ નગર પાસેથી પસાર થતી ગોમાં નદીમાં બેફામ રીતે ભૂમાફિયાઓ રેતી ચોરી કરતાં હોય છે. ભુસ્તરશાસ્ત્રીની રોયલ્ટી પાસ પરમિશન વગર બેફામ રીતે રોજિંદા હજારો ટન રેતી ઉલેચી લાખો રૂપિયા ની ચોરી કરી મોજમાં રહેતા હોય છે. ગોમા નદીના પટમાં રેતી ઉલેચી મોટા મોટા ધરા કરી દેવાયાં છે. તદુપરાંત રેતીના પટથી નદીના કિનારો તરફ રેતીની ગુફાઓ બનાવી કિનારાઓ પર ના ઉભા વૃક્ષોનો પણ નાશ કરેલ છે ત્યારે શનીવારે રજાના દિવસે બપોરના સમયે ખનીજ વિભાગ ની ક્ષેત્રીય ટીમ દ્વારા ગોમા નદીના સ્મશાન ભૂમિ પાસે છાપો માર્યો હતો છાપો મારતા જ એક રેતી ભરેલુ ટ્રેક્ટર ચાલક ખનીજ વિભાગ ની ટીમ ને જોઈ રેતી ખાલી કરી ભાગ્યો હતો ત્યારે ખનીજ વિભાગ ની ટીમે ડ્રોન કેમેરા ઉડાડી ભાગતા ટ્રેક્ટર જીજે ૧૭ બી એન ૯૪૮૫ ને ચાલક સહિત ઝડપી પાડયું હતુ અને મામલતદાર કચેરીમાં મુકાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહીતી મુજબ આ ટ્રેક્ટર અરવિંદભાઈ હસમુખભાઈ નાયક રે.કાલોલ નુ હોવાનુ અને ખ્યાતનામ ખનન માફીયા ના કામમાં વપરાતુ હોવાનુ બહાર આવેલ છે ત્યારે અંતિમ ધામ એવી સ્મશાન ભૂમિ કે જ્યા મરણ બાદ તમામ ને જવાનુ હોય છે તેવો સ્મશાન ભૂમિ મા કરેલ બેફામ ખનન ની તંત્ર દ્વારા માપણી કરાવી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામા આવે તેવી હિંદુ સંગઠનો ની પણ માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here