કાલોલ નાં ઝિલિયા ગામે કરડ નદીમાંથી રેતી ખનન કરતા ચાર ટ્રેકટરો ખનીજ વિભાગે ઝડપી પાડયા

  1. કાલોલ પંથકમાં ગોમા અને કરડ નદીમાંથી બેફામ રેતી ખનન થઈ રહ્યુ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સમ ખાવા પુરતા કોઈક વાહનો પકડવામાં આવે છે વહીવટી તંત્ર ની સમાંતર માફીયાઓ નું નેટવર્ક પાવરફુલ હોવાથી તંત્ર ની રેડ ની ખબર સમયસર મળી જતા ઘણા બધા માફીયાઓ બચી જાય છે ત્યારે કાલોલ તાલુકાના અલવા નજીક ઝિલીયા ગામની કરડ નદીમાંથી રવિવારે ખાણ ખનીજ વિભાગ ની ક્ષેત્રીય ટીમ દ્વારા રેતી ખનન કરતા ચાર ટ્રેકટરો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર કચેરી ખાતે મુકી સીઝ કરાયો હતો. કાલોલ તાલુકાના ગામે ગામ રેતી અને માટી ખનન ની પ્રવૃતિઓ બેફામ બની છે ત્યારે ઘણા મોટા માથા પણ આ વહેતી ગંગા માં હાથ ધોઈ લેવા માટે આ પ્રવૃત્તિ માં સામેલ થઈ રહ્યા છે પરીણામે વહીવટી તંત્ર પણ જાણે અજાણે આવી ગેરકાયદેસર રેતી ખનન ની પ્રવૃતિઓ પ્રત્યે આંખ આડા કાન કરતુ હોય છે.hu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here