કાલોલ શહેર માં બાળ રોઝેદાર મીરઝા મુકદ્દસ ફાતેમા એ પાંચ વર્ષની ઉંમરે પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પવિત્ર રમજાન માસની શરૂઆત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિત બાળ રોઝેદારો આકરી ગરમીમાં વહેલી સવારે શહેરી કરી ૧૪ થી ૧૫ કલાક સુધી ભૂખ પ્યાસ ને ત્યાગી નમાજ ઈબાદત કરી પવિત્ર રમજાન માસમાં ખુદા ને રાજી કરવાના પ્રયાસો સાથે બંદગી કરી રહ્યા છે ત્યારે કાલોલ સ્થિત કાનાવાગા ફળીયામાં રહેતા મીરઝા ફીરોઝબેગ ની દીકરી મુકદ્દસ ફાતેમા બાનું એ પ્રથમ રોજો ચાર વર્ષ ની નાની ઉંમરમાં પ્રથમ વખત પ્રથમ રોઝો રાખી ખુદાની ઈબાદત કરી છે જેથી પિતા ફીરોઝભાઇ એ નાની બાળ રોઝેદારને દુવાઓ સાથે શુભેચ્છા આપી અભિનંદન પાઠવી દીકરી માટે દુવા માગી ફૂલહાર થી સ્વાગત કરી પવિત્ર રમજાન મુબારક માસમાં બાળ રાઝેદારને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દાદી સહિત નાના-નાની મામા-મામી સાથે સમગ્ર મીરઝા પરીવારે શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here