કાલોલના ગોકળપુરા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરી દારૂની ૧૧૯ બોટલ સાથે એકની અટકાયત કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાત રાજ્ય માં દારૂ અને જુગાર અને અન્ય ગેરકાયદેસર બદી ડામવા માટે રાજ્ય સરકાર ની મોનીટરીંગ સેલ ની ટીમ કાર્ય કરે છે સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ ને બાતમી મળી કે કાલોલ તાલુકાના ગોકળપુરા ખાતે નિશાળવાળા ફળિયામાં રહેતો પોતાના રહેણાંક મકાનમાં સુરેશ રાઠોડ પોતે અને પોતાના માણશો દ્વારા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વીદેશી દારૂ લાવી વેચાણ કરે /કરાવે છે જે બાતમી આધારે પોલીસે પંચો રૂબરૂ પોલિસ અને એસ આર પી ના માણશો દ્વારા રવિવારે સાંજના સુમારે રેડ કરતા મકાન પાછળ એક ઈસમ પોતાની પાસેના પુઠા નાં બોક્ષ મા ભારતીય બનાવટનો વીદેશી દારૂ બિયર ની જુદી જુદી બ્રાન્ડ ની નાની મોટી બોટલો ભરેલી જેનું નામ પુછતા અજયસિંહ અર્જુનસિંહ સોલંકી મુળ રે. વાવડી ગોધરા હાલ રે. ગોકળપુરા તા કાલોલ નો હોવાનુ જણાવેલ જેની પુછપરછ કરતા તે પોતે પગાર થી નોકરી કરતો હોવાનુ જણાવેલ અને તેના મામાના દીકરા સુરેશભાઇ રયજીભાઇ રાઠોડ રે.ગોકળપુરાઅને સંજયભાઈ ઊર્ફે કોલી નટુભાઈ રાઠોડ રે.ગોકળપુરા નાઓ ઍક્સેસ ઉપર લાવીને આપી જતા હોવાનુ જણાવેલ જેની અંગ જડતી કરતા દારૂ ના વેચાણ નાં રૂ ૧૭,૯૦૦/ રોકડા તથા ત્રણ મોબાઈલ રૂ ૧૦,૫૦૦/ તથા પકડાયેલ દારૂ બિયર ની કુલ બોટલો ૧૧૯ રૂ ૧૨,૬૫૦/ તથા એક એકસેસ સ્કુટર રૂ ૩૫,૦૦૦/ મળી કુલ રૂ ૭૬,૦૫૦/ નો મુદ્દામાલ કબજે કરી ત્રણેવ ઈસમો સામે પ્રતિબંધિત વિસ્તાર મા પાસ પરમીટ વગર વિદેશી દારૂની હેરફેર વેચાણ કરવા બાબત પ્રોહી એકટ હેઠળ નો ગુનો કાલોલ પોલીસ મથકે દાખલ કરાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here