નર્મદા : જીતનગર ગ્રામ પંચાયતનું અનોખુ લોકડાઉન…!!

નાંદોદ,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

જીતનગર ગામમાં પ્રવેશ દ્વાર પર સૈનિકોના પૂતળાઓએ રૂક જાવો ના આદેશ સાથે ગામમાં ફરમાવતા પ્રવેશબંધી

કાંટાની અડસ લગાવી બે પ્રતિક સમા સૈનિકોની સાથે બેનર મારી પ્રવેશ બંધી ફરમાવી

હાલ નર્મદામાં 3 મે સુધી લોક ડાઉન કરેલી છે જેમાં રાજપીપળા અને નાંદોદ તાલુકાના કોરોના કેસો થયા છે. ત્યારે જ નાંદોદ તાલુકાના જીતનગર ગામમાં પ્રવેશ દ્વાર પર સૈનિકોના બે પૂતળાઓ એ સમજાવો ના આદેશ સાથે ગામમાં એલર્ટ રહી પ્રવેશ બંધી ફરમાવી રહ્યા છે બે સૈનિકના પૂતળા બંદૂક સાથે પ્રવેશદ્વારના રોડ પર ગોઠવી દેવાયા છે. અને જીતનગર ગ્રામપંચાયત એ એક બેનર મારીને જાહેર સૂચના નું બોર્ડ માર્યું છે, જેમાં જણાવ્યું છે કે ૧૪૪મી કલમ લાગેલ હોવાથી જાહેર સ્થળો જેવા કે પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત, ધાર્મિક સ્થળ, બસ સ્ટેન્ડ વગેરે જગ્યાઓએ માણસો ને ભેગા ન થવા નાગરિકોને અપીલ કરે છે. લગ્ન અને ધાર્મિક પ્રસંગો પણ બંધ રાખવા જીતનગર ગ્રામપંચાયત એ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here