આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે ભલગામ ગામે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ઉણ જિલ્લા પંચાયતની સીટનો આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો…

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

બનાસકાંઠા..કાંકરેજ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે ભલગામ ગામે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં ઉણ જિલ્લા પંચાયતની સીટનો આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ ભલગામ માં યોજવામાં આવ્યો.આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા,પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સુખદેવસિંહ સોઠા,. પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન હરગોવનભાઈ શિરવાડિયા ,તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ,મહામંત્રી ઈશુભા વાઘેલા ,તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ અને વર્ધીજી મકવાણા,પૂર્વ પ્રમુખ .અખાભાઈ પટેલ,શક્તિકેન્દ્રનાપ્રમુખો,આજુબાજુ ગામના સરપંચશ્રીઓ,તેમજ ગામના સરપંચ,શાળા પરિવાર,આરોગ્ય અધિકારીઓ,તલાટી કમમંત્રી કીર્તિભાઈ કીર્તિભાઈ ચોધરી,icdsના અધિકારીગણ તેમજ ગામના આગેવાનો,યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમ દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ,માં અમૃતમ કાર્ડ અને કિટો આપવામાં આપી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા ભાજપ આઈ.ટી.ઇન્ચાર્જ ભરતસિંહ વાઘેલાએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here