કાલોલ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ફતેસિંહ ચોહાણનું નામ જાહેર કરાતાં નગરમાં સ્વાગત કરાયું…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વિધાનસભા ચુંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના લીસ્ટ જાહેર કરતા પંચમહાલ જીલ્લામાં કુલ પાંચ બેઠકો પૈકી ચાર ઉમેદવારો ને રીપીટ કરાયા છે જ્યારે કાલોલ બેઠક પર વર્તમાન ધારાસભ્ય સુમનબેન ચૌહાણને બદલી ઘોઘંબા તાલુકાના ફતેસિંહ ચોહાણ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે ત્યારે આ બેઠક ઉપર ૫૦ થી વધુ દાવેદારોએ ચુંટણી લડવા માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો જેમા પેજ પ્રમુખ થી લઈને શહેર અને તાલુકા અને જીલ્લા પ્રમુખ પણ સામેલ હતા. સેન્સ પ્રક્રિયામાં પંચમહાલ જિલ્લાના પીઢ આગેવાન સંગઠનના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા પણ છેલ્લી મિનિટે કાલોલ બેઠક માટે દાવેદારી નોંધાવી હતી. એક સામટા આટલા બધા દાવેદારો ઉભરાતા ભાજપ મોવડીમંડળ પણ ચોકી ઉઠયું હતું વધુમા માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે કૉંગ્રેસમાં દાખલ થઈ ટિકિટની દાવેદારી નોંધાવી એના પરિણામે કાલોલ બેઠક ખુબ ચર્ચામાં રહી હતી કાલોલ શહેરનાં સ્થાનિકો અને તાલુકાના હોદેદારોને અવગણી તાલુકા બહાર ટિકિટ ફાળવતા કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો જે આજ રોજ ફતેસિંહનાં આવકાર સમારોહમાં ગેરહાજરી સ્વરૂપે જોવા મળેલ.વર્તમાન ધારાસભ્ય સુમનબેન ચૌહાણ તાલુકા બહારનાં છે તેવો પ્રચાર કરી સ્થાનીકને ટિકિટ આપો તેવી માંગણી કરતા દાવેદારો અને ટેકેદારોએ આના કરતાં તો સુમનબેન શુ ખોટા હતા તેવો અંદર ખાનગી બળાપો કાઢ્યો હતો. રાજગઢ બેઠકનાં માજી ધારાસભ્ય એવા ફતેસિંહ ચોહાણ કે જેઓ ગુંદી ગામના રહેવાસી છે ગુંદીથી કાલોલનું અંતર ૫૫ કી.મી જેટલું છે. જે તાલુકો વિધાનસભામાં સમાવિષ્ઠ છે. રાજગઢ બેઠકનું કાલોલ અને હાલોલ વિધાનસભામાં વિભાજન થતા કાલોલ બેઠક માટે ૨૦૧૭ મા પણ દાવેદારી નોંધાવી હતી. વધુમા કેસરિયા સિંહ અને ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાતા ફતેહસિંહ ઉપર ૨૦૦૯ માં લુણાવાડા ખાતે જાહેર સભામાં સોનિયા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલનો કેસ નોંધાયો હતો, હિંદુવાદી નેતા તરીકે ઓળખાતા ફતેસિંહ આ અગાઉ ૨૦૧૨ માં કાલોલ બેઠક પરથી કેશુભાઈ પટેલની પરીવર્તન પાર્ટીમાથી ચુંટણી લડી ચૂક્યા છે મળતી માહિતી મુજબ આ જ રીતે આમ આદમી પાર્ટીના દિનેશભાઈ બારીયા પણ ૨૦૧૨ માં અપક્ષ ઉમેદવાર તરીકે કાલોલ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે.૨.૩૩ લાખ મતદારો ધરાવતી કાલોલ વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ મતદારો બક્ષીપંચના ૫૮% છે . પટેલ સમાજના ૫.૫% રજપુત સમાજ ૨.૮% વણિક સમાજ ૩.૩% એસ.ટી ૧૮% ,એસ.સી ૭% અન્ય ૦.૬% મતદારો છે. જેથી જાતિગત સમીકરણો જોતા બક્ષીપંચના પ્રભુત્વ વાળી કાલોલની બેઠક ઉપર જાતિગત સમીકરણને આધારે પરિણામ આવે તો ભાજપના ઉમેદવારને તકલીફ પડી શકે તેમ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી કાલોલ બેઠક ઉપર પોતાનાં ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા પ્રભાતસિંહ ચૌહાણનો કોંગ્રેસના દાવેદારો દ્વારા કાલોલ બેઠક ઉપર ટિકિટ આપવા સામે વાંધો ઉઠાવ્યો છે તે સંજોગોમાં ફતેસિંહ ચૌહાણ સામે પ્રભાતસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કરવામાં આવે તો ખરાખરીનો જંગ જામશે તે નકકી છે પ્રભાતસિંહ સિવાય પણ બક્ષીપંચ માંથી કોઈ ઉમેદવાર ઉમેદવારી નોંધાવે તો ત્રિપાંખીઓ જંગ નિશ્ચિત છે. તેવા સમયે 1990 ની ચૂંટણીમાં પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા એકલા હાથે ભાજપ, કોંગ્રેસ અને જનતા દળને પરાજય આપીને અપક્ષ ઉમેદવાર ગબાભાઈ ચૌહાણને વિજેતા બનાવેલા તે હકીકત રાજકીય પંડિતો જોઈ રહ્યા છે. સ્વાગત કાર્યક્રમમાં ઉમેદવાર ફતેસિહનું ભવ્ય સ્વાગત કરી ભારે બહુમતીથી જીતાડી લાવવાની હાકલ કરી હતી ઉમેદવાર ફતેસિંહે કાલોલ મતવિસ્તારનાં તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરી પાર્ટી દ્વારા જે વિશ્વાસ વ્યકત કર્યો છે તેને વિજયમાં પરિવર્તિત કરી મત વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાની ખાતરી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here