કાલોલ : રાજપુતા કંપનીની સામે ખુલ્લી જગ્યામાંથી લોખંડની પાટો, ગેસ કટર, ગેસના બોટલ, ઓકસીજન બોટલ, હાઇડ્રોક્રેન તથા વાહનો કુલ -૫ મળી કુલ કિંમત રૂા .૫૧,૭૦,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે કુલ ૬ ઇસમોને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી.પોલીસ

કાલોલ,(પંચમહાલ) મૂસ્તુફા મીરઝા :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ જીલ્લામાં મિલ્કત વિરુધ્ધ ના ગુનાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ એસ.ઓ.જી. શાખા નાઓને બાતમી મળેલ કે … કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મધવાસ ગામે રાજપુતાના કંપની સામે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો લોખંડની પાટો ગેસ કટર થી કટીંગ કરી સગેવગે કરવાની પેરવીમાં છે . જે બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફના માણસો ધ્વારા વોચ ગોઠવી ઉપરોકત જગ્યાએ રેઇડ કરી લોખંડની પાટો આશરે ૨૦ ટન વજન કિ.રૂા . ૭,૦૦,૦૦૦ / -ની ગેસ કટરથી કાપી હાઇડ્રોક્રેન ધ્વારા આઇસર ટેમ્પામાં ભરતા , લોખંડની પાટો તથા વાહનો કુલ નંગ ૬ , ગેસના બોટલ નંગ -૨ , ઓકસીજન બોટલ નંગ -૧ તથા મોબાઇલ ફોન નંગ -૭ મળી કુલ મુદામાલ કિ.રૂા .૫૧,૭૦,૦૦૦ / – ની સાથે કુલ ૬ ઇસમોને પકડી લઇ તેઓને CRPC ૪૧ ( ૧ ) ( ડી ) , ૧૦૨ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ કાલોલ પોલીસ સ્ટેશનમાં સોંપવામા આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here