ગોધરા એલ.સી.બી. પોલીસે વૈભવનગર યોગેશ્વર સોસાયટીના નાકા પાસેથી આઇ.પી.એલ. ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડતા એક જુગારીયાને ઝડપી પાડ્યો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રોકડા રૂ .૨૨,૦૦૦ / – તથા એકટીવા સ્કુટર કિ.રૂ .૨૫,૦૦૦ / – તથા મોબાઇલ ફોન કિ.રૂ .૨૦,૦૦૦ / – એમ મળી કુલ રૂ .૬૭,૦૦૦ / – નો જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ અત્રેના જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે મુજબ શ્રી એમ.કે.ખાંટ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓની ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાહુલ મહેશભાઇ દોલતાણી રહે.ભુરાવાવ વૈભવનગર યોગેશ્વર એપાર્ટમેન્ટ ગોધરા નાનો વૈભવનગર યોગેશ્વર સોસાયટીના નાકા પાસે રોડ ઉપર એકટીવા સ્કુટર નંબર જી.જે. ૧૭ બી.કયુ .૧૫૬૧ ની ઉપર બેસી તાજેતરમાં રમાય રહેલ આઇ.પી.એલ. ૨૦૨૨ ની ક્રિકેટ મેચ અંગે તેની પાસેના મોબાઇલ ફોનમાં જુદા જુદા આઇ.ડી. ઓ દ્વારા ક્રિકેટ સટ્ટા બેટીંગની હાર જીતની પ્રવૃતી કરે છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ શ્રી આઇ.એ.સીસોદીયા પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા જુગારની રેઇડ કરાવતા . પકડાયેલ આરોપી : ( ૧ ) રાહુલ મહેશભાઇ દોલતાણી રહે.ભુરાવાવ વૈભવનગર યોગેશ્વર એપાર્ટમેન્ટ ગોધરા કબજે કરેલ મુદ્દામાલ ( ૧ ) અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા કુલ રૂ .૨૨,૦૦૦ / ( ર ) એકટીવા સ્કુટર નંબર જી.જે .૧૭ બી.કયુ .૧૫૬૧ કિ.રૂ .૨૫,૦૦૦ / ( ૩ ) મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ .૨૦,૦૦૦ / વોન્ટેડ આરોપીઓઃ ( ૧ ) મહેશભાઈ ઠાકોરદાસ દોલતાણી રહે.ભુરાવાવ વૈભવનગર યોગેશ્વર એપાર્ટમેન્ટ મકાન નં . ૩ ગોધરા તા.ગોધરા જી . પંચમહાલ ( ૨ ) અશોક ઉર્ફે અસુ ઉર્ફે મારૂતી રામચંન્દ્ર ભાગચંદાણી રહે . ભુરાવાવ ગોધરા ઉપરોકત પકડાયેલા આરોપી તથા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here