એન્જીનીયરીંગ કોલેજ ટુવા, બી ફાર્મસી કોલેજ રામપુરા અને જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા-પંચમહાલ ના સંયુકત ઉપક્રમે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો

ગોધરા,(પંચમહાલ) રમેશ પટેલ :-

આજ રોજ તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર ઓફલાઈન એન્જીનીયરીંગ કોલેજ, ટુવા ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજવામા આવ્યો જેમા પંચમહાલ ,અને વડોદરા જીલ્લાના ૨૨ નોકરીદાતા (એકમો).દ્વારા ૨૫૦ થી વધુ ટ્રેઈની,એપ્રેન્ટીસ,નીમ ,એફટીસી જેવી જગ્યાઓ નોટીફાઈડ કરવામા આવેલ ,ભરતી મેળ।માં ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ૪૦૦ જેટલા ઉમેદવારોએ ભાગ લીધેલ છે,જેમાથી ૧૫૦ થી વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવેલ છે પસંદગી પામેલ ઉમેદવારોને માસીક ૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ પગારની ઓફર કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here