કાલોલ બોરું ટનિંગ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકવા તથા અકસ્માત ઝોન જાહેર કરવા લેખીત રજૂઆત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

તાજેતરમાં જ બોરૂ ટનિંગ વિસ્તાર અને આસપાસ આવેલ રેફરલ હોસ્પિટલ અને સર્કીટ હાઉસ તથા આઈ ટી આઈ તરફ જતા દરમ્યાન સંખ્યાબંધ અકસ્માતો સર્જાયા છે અને ઘણા બધા લોકો ને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે કાતોલ ખાતેની ગ્રામ સભામાં પણ રસ્તા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારે કાલોલ તરફ આવતા હાઇવે પર સંભવિત અકસ્માત ઝોનનાં બોર્ડ મૂકવા જરૂરી થઈ ગયુ છે ઉપરાંત સ્પીડ બ્રેકર ની પણ જરૂરિયાત છે.હાલમા બાકરોલ નજીક ની ફાટક નો રસ્તો બંધ થઈ જવાથી તમામ ટ્રાફીક બોરૂ તરફ વળ્યો છે ત્યારે કાલોલ નાં ધારાસભ્ય દ્વારા પણ આ બાબતે અધિકારીઓ નું ધ્યાન દોરી રસ્તા નો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી છે તેમ છતાં કોઇ નકકર કાર્યવાહી હાથ ધરાઇ નથી.કાલોલ નગરનો કૂદકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે ત્યારે કાલોલ નગરના બોરું ટર્નિંગ વિસ્તારનું અંતર બસ્ટેન્ડ થી એક કી. મી.થી વધારે થતું હોવાથી તથા ડેરોલ સ્ટેશન રેલવે બ્રિજનું કામ ખોરંભે પડેલ હોઈ તમામ વ્યવહાર બોરું ટ્રેનિંગ થી નર્મદા નહેર પાસેથી બોરું,બાકરોલ,ધનતેજ ,જંત્રાલ,સાવલી,ડે સર,સેવાલીયા, બાલાસિનોર ,ડાકોર,અમદાવાદ સુધીનો તમામ વ્યવહાર બોરું ટ્રેનિંગ થી થતો હોય હાલોલ, કાલોલ,મધવાસ જીઆઇડીસી માં જતા કામદારો માટે પણ અવર જવર સુગમ પડી રહી તે માટે પિક અપ સ્ટેન્ડ ની જરૂર છે.આ ઉપરાંત કાલોલ નગરની વૈભવલક્ષ્મી, શીવશક્તિ , ભાગ્યોદય કાશીમાબાદ સોસાયટી,આવેલ હોય તેના વિદ્યાર્થીઓ, નગરજનો,ધંધા રોજગાર વાળા લોકો ની લાગણી અને માગણી છે કે વહેલામાં વહેલી તકે સરકારના ધારા ધોરણો અનુસાર પિક અપ સ્ટેન્ડ મંજુર કરવામાં આવે , અકસ્માત ઝોન જાહેર કરવામા આવે તેવી સ્થાનિક નાગરિકો દ્વારા અને સ્થાનિક વકીલ અને માજી કોર્પોરેટર હસમુખભાઇ મકવાણા એ આ અગાઉ પણ ગત વર્ષે રજુઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન થતા પુનઃ ગોધરા એસ ટી વિભાગને કરી તેની નકલો ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ને મોક્લી આપી લેખીત રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here